________________
[ ૪૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧ |
પાણી ઉપર તરે છે, તે જ રીતે ક્રિયા રૂપ છિદ્રને ઢાંકી, અંદર ભરાયેલું કર્મરૂપ પાણી જો ઉલેચી નાખીએ તો તે જીવ સંસાર સાગર તરી જાય છે. * પ્રમા–અપ્રમત્ત સંયતની સ્થિતિ :- એક જીવની અપેક્ષાએ પ્રમત્ત સંયતની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષની, અપ્રમત્ત સંયતની જઘન્ય અંતઃમુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. અનેક જીવોની અપેક્ષાએ બંને અવસ્થા શાશ્વત છે. સંયમની પ્રાપ્તિ અપ્રમત્ત અવસ્થામાં જ થાય છે.
* લવણ સમુદ્રના પાણીમાં આઠમ, ચૌદશ, પૂનમ, અમાસના દિવસે હાનિ-વૃદ્ધિ થાય છે વગેરે સંપૂર્ણ વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે, અહીં તેનું અતિદેશ પૂર્વક કથન છે.