________________
શતક–૩: ઉદ્દેશક-૩
_
[ ૪૨૯]
'શતક-૩ : ઉદ્દેશક-૩
ક્રિયા
ક્રિયાના ભેદ-પ્રભેદ :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं जाव अंतेवासी मंडियपुत्ते णामं अणगारे पगइभद्दए जाव पज्जुवासमाणे एवं वयासी
कइ णं भंते ! किरियाओ पण्णत्ताओ?
मंडियपुत्ता ! पंच किरियाओ पण्णत्ताओ तं जहा- काइया, अहिगरणिया, पाओसिया, पारियावणिया, पाणाइवायकिरिया ।
ભાવાર્થ :- કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ ધર્મકથા સાંભળીને પાછી ગઈ વગેરે સુત્રપાઠ અહીં ગ્રહણ કરવો. તે કાલે તે સમયે ભગવાન મહાવીરના અંતેવાસી, પ્રકૃતિથી ભદ્ર વગેરે વિશેષણોથી વિશેષિત એવા મંડિતપુત્ર અણગારે ભગવાનના છઠ્ઠા ગણધરે] ભગવાનની પર્યુપાસના કરતાં આ પ્રમાણે કહ્યું–
પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાઓ કેટલી છે?
ઉત્તર- હે મંડિતત્ર ! ક્રિયાઓ પાંચ છે, તે આ પ્રમાણે છે– (૧) કાયિકી, (૨) આધિકરણિકી (૩) પ્રાષિકી, (૪) પારિતાપનિકી (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા. | २ काइया णं भंते ! किरिया कइविहा पण्णत्ता?
मंडियपुत्ता ! दुविहा पण्णत्ता, तं जहा- अणुवरयकायकिरिया य, दुप्पउत्तकाय- किरिया य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કાયિકી ક્રિયાના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે મંડિતપુત્ર! કાયિકી ક્રિયાના બે પ્રકાર છે. યથા-(૧) અનુપરતકાય ક્રિયા (૨) દુષ્પયુક્ત