________________
શતક–૩: ઉદ્દેશક-૩
_.
[ ૪૨૭ ]
શિતક-૩ : ઉદ્દેશક-૩)
OROR OCR સંક્ષિપ્ત સાર ORDROR
આ ઉદ્દેશકમાં વિવિધ પ્રકારની ક્રિયા અને તેના પરિણામભૂત વેદનાના પૂર્વ પશ્ચાદ્ભાવનું વર્ણન છે, તેમજ ક્રિયા કર્મબંધનું કારણ અને મુક્તિની બાધક છે, તે વિષયને સ્પષ્ટ કર્યો છે. * કિયા - જે કરાય છે તે ક્રિયા અથવા કર્મબંધના કારણભૂત કોઈ પણ યૌગિક પ્રવૃત્તિને ક્રિયા કહે છે. તેના મુખ્ય ભેદ પાંચ છે– (૧) કાયિકી ક્રિયા- શારીરિક પ્રવૃત્તિ, (૨) અધિકરણીકી ક્રિયા- શસ્ત્ર દ્વારા થતી પ્રવૃત્તિ, (૩) પ્રાષિકી ક્રિયા દ્વેષ જન્ય પ્રવૃત્તિ, (૪) પારિતાપનિકી ક્રિયા- પરિતાપ આપનાર પ્રવૃત્તિ અને (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા- હિંસાકારી પ્રવૃત્તિ. તે પ્રત્યેકના બે—બે ભેદ છે. ૧) કાયિકી ક્રિયાના બે ભેદ – અનુપરત કાયિકી અને દુષ્પયુક્ત કાયિકી ક્રિયા. (૨) આધિકરણિકી કિયાના ભેદ – સંયોજનાધિકરણ અને નિર્વર્સનાધિકરણ. (૭) પ્રાષિકી ફિયાના ભેદ – જીવ અને અજીવ પ્રાષિકી ક્રિયા. (૪) પારિતાપનિકી ફિયાના ભેદ – સ્વહસ્ત અને પરહસ્ત પારિતાપનિકી ક્રિયા. (૫) પ્રાણાતિપાતિકી કિયાના ભેદ – સ્વહસ્ત અને પરહસ્ત પ્રાણાતિપાલિકી ક્રિયા.
ક્રિયાથી કર્મબંધ અને કર્મબંધના પરિણામે વેદનાનો અનુભવ થાય છે. તેથી પહેલા ક્રિયા અને પછી વેદના થાય છે. ક્રિયા કારણ છે અને વેદના તેનું કાર્ય છે.
કકિયાનું કારણ :- પ્રમાદ અને યોગથી ક્રિયા થાય છે. પ્રમાદ જન્ય ક્રિયાને સાંપરાયિક અને યોગજન્ય ક્રિયાને ઐર્યાપથિક ક્રિયા કહે છે. પ્રત્યેક સયોગી જીવને, ગુહસ્થ હોય કે શ્રમણ નિગ્રંથ હોય, તેને ક્રિયા અવશ્ય લાગે જ છે. * ક્રિયાનું કાર્ય – જ્યાં સુધી ક્રિયા છે ત્યાં સુધી કર્મબંધન છે અને જ્યાં સુધી કર્મબંધન છે ત્યાં સુધી ભવભ્રમણ છે, ત્યાં સુધી મુક્તિ નથી.
* એજન-કંપન, ચલન, સ્પંદન, ઘટ્ટન, આદિ કોઈ પણ સુક્ષ્મ કે સ્થૂલ ક્રિયા કરનાર જીવ અન્ય જીવોનો આરંભાદિ કરે છે, તેથી તેને કર્મબંધ થાય છે અને ભવભ્રમણની પરંપરા રૂપ ક્રિયાનું કાર્ય થયા કરે
જ્યારે સૂક્ષ્મ અને સ્થલ સર્વ ક્રિયાઓનો નિરોધ થાય ત્યારે જ જીવ મુક્ત થઈ શકે છે. જે રીતે છિદ્રોવાળી નાવ પાણીમાં ડૂબી જાય પરંતુ તેના છિદ્રોને ઢાંકી, અંદરનું પાણી ઉલેચી નાખીએ, તો તે નાવ