________________
૪રર |
શ્રી ભગવતી સૂત્ર-૧
विसेसाहिए।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! વજનો અધોગમન સમય અને ઉર્ધ્વગમન સમય, આ બંનેમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! વજનો ઉર્ધ્વગમન સમય સર્વથી અલ્પ છે, અધોગમનનો સમય તેથી વિશેષાધિક છે.
| २९ एयस्स णं भंते ! वज्जस्स, वज्जाहिवइस्स, चमरस्स य असुरिंदस्स असुररण्णो ओवयणकालस्स य, उप्पयणकालस्स य कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा ?
गोयमा ! सक्कस्स य उप्पयणकाले, चमरस्स य ओवयणकाले, एए णं दोण्णि वि तुल्ला सव्वत्थोवा, सक्कस्स य ओवयणकाले, वज्जस्स य उप्पयणकाले एस णं दोण्ह वि तुल्ले संखेज्जगुणे, चमरस्स य उप्पयणकाले, वज्जस्स य ओवयणकाले, एस णं दोण्ह वि तुल्ले विसेसाहिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વજ, વજાધિપતિ–શક્રેન્દ્ર અને ચમરેન્દ્ર, આ સર્વનો અધોગમનનો સમય, ઉર્ધ્વગમનનો સમય, આ બંનેમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે ગૌતમ ! શક્રેન્દ્રનો ઉર્ધ્વગમનનો સમય અને ચમરેન્દ્રનો અધોગમનનો સમય, આ બંને તુલ્ય છે અને સર્વથી અલ્પ છે. શક્રેન્દ્રનો અધોગમનનો સમય અને વજનો ઉર્ધ્વગમનનો સમય, તે બંને તુલ્ય છે અને પૂર્વથી] સંખ્યાતગુણો છે. અમરેન્દ્રનો ઉર્ધ્વગમનનો સમય અને વજનો અધોગમનનો સમય, આ બંને સમય પરસ્પર તુલ્ય છે અને ઉપરથી વિશેષાધિક છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં શક્રેન્દ્ર, અમરેન્દ્ર અને વજના ઉર્ધ્વગમન અને અધોગમનના ક્ષેત્ર અને કાલવિષયક અલ્પબદુત્વની પ્રરૂપણા કરી છે. ક્ષેત્રની અપેક્ષાએ – એક સમયમાં શક્રેન્દ્રનો જેટલો ઉર્ધ્વગમનનો વિષય છે– શક્રેન્દ્ર જેટલા ક્ષેત્રને એક સમયમાં પસાર કરે તેટલા જ ક્ષેત્રને પસાર કરતા વજને બે સમય અને ચમરેન્દ્રને ત્રણ સમય લાગે છે અને એક સમયમાં અમરેન્દ્રનો જેટલો અધોગમનનો વિષય છે, અર્થાત્ ચમરેન્દ્ર જેટલા ક્ષેત્રને એક સમયમાં પસાર કરે છે, તેટલા જ ક્ષેત્રને પસાર કરતા શક્રેન્દ્રને બે સમય અને વજને ત્રણ સમય લાગે છે. અર્થાત્ ઉર્ધ્વગમનમાં શક્રેન્દ્રને એક સમય, વજને બે સમય, અમરેન્દ્રને ત્રણ સમય થાય અને અધોગમનમાં ચમરેન્દ્રને એક સમય, શક્રેન્દ્રને બે સમય અને વજને ત્રણ સમય થાય છે.