________________
શતક-૩ઃ ઉદ્દેશક-૨
_
૪૨૩ |
શક્રેન્દ્ર વજ ચમરેન્દ્ર
ઉર્ધ્વગતિ | અધોગતિ ૧ સમય ૨ સમય ૨ સમય ૩ સમય ૩ સમય ૧ સમય
કાલની અપેક્ષાએ–શકેન્દ્ર - એક સમયમાં સર્વથી અલ્પ અધોગમન કરે, તેથી તિર્યગુ ગમન સંખ્યાત ભાગ અધિક અને તેથી ઉર્ધ્વગમન સંખ્યાત ભાગ અધિક કરે છે. અસત્ કલ્પનાએ અધોગમન ૧૨ ભાગ, તિર્યગૂગમન ૧૮ ભાગ અને ઉર્ધ્વગમન ૨૪ ભાગ કરે છે. અમરેન્દ્ર - એક સમયમાં સર્વથી અલ્પ ઉર્ધ્વગમન કરે, તેથી સંખ્યાત ભાગ અધિક તિર્યગૂગમન કરે અને તેથી સંખ્યાત ભાગ અધિક અધોગમન કરે છે. યથા–ઉર્ધ્વગમન ૮ ભાગ, તિર્યમ્ ગમન ૧૨ ભાગ અને અધોગમન ૧૬ ભાગ કરે છે. વજ - એક સમયમાં સર્વથી અલ્પ અધોગમન કરે, તેથી તિર્યગુ ગમન વિશેષાધિક, તેથી ઉર્ધ્વગમન વિશેષાધિક કરે છે. અસત્ કલ્પનાએ ઉર્ધ્વગમન ૮ ભાગ કરે, તિર્યગુ ગમન ૧૦ ભાગ કરે અને ઉર્ધ્વગમન ૧૨ ભાગ કરે છે.
ઈન્દ્રાદિના ગમનકાલ સૂચક યંત્ર ઉર્ધ્વગમન | તિર્યંગ ગમન
અધોગમન શકેન્દ્ર એક સમયમાં ૨૪ ભાગ | ૧૮ ભાગ
૧૨ ભાગ સંખ્યાત ભાગ અધિક (૩) | સંખ્યાત ભાગ અધિક (૨) સર્વથી અલ્પ (૧) વજ એક સમયમાં
૧૨ ભાગ ૧૦ ભાગ
૮ ભાગ વિશેષાધિક (૩) વિશેષાધિક (૨) સર્વથી અલ્પ (૧) ચમરેન્દ્ર એક સમયમાં
૮ ભાગ ૧૬ભાગ
૨૪ ભાગ સર્વથી અલ્પ (૧) સંખ્યાત ભાગ અધિક(૨) | | સંખ્યાતભાગ અધિક(૩)
સર્વથી અલ્પ શક્રેન્દ્રનો ઉર્ધ્વગમન કાલ, તેથી અધોગમન કાલ સંખ્યાત ગુણો. સર્વથી અલ્પ ચમરેન્દ્રનો અધોગમન કાલ, તેથી ઉર્ધ્વગમન કાલ સંખ્યાત ગુણો. સર્વથી અલ્પ વજનો ઉર્ધ્વગમન કાલ, તેથી અધોગમન કાલ વિશેષાધિક.
સર્વના ગમનકાલનો સાથે અલ્પબહત્વ - શક્રેન્દ્રનો ઉર્ધ્વગમનકાલ અને ચમરેન્દ્રનો અધોગમનકાલ પરસ્પર તુલ્ય અને સર્વથી અલ્પ–એક સમય છે. તેથી શકેન્દ્રનો અધોગમનકાલ અને વજનો ઉર્ધ્વગમનકાલ પરસ્પર તુલ્ય અને પૂર્વથી સંખ્યાત ગુણો–બે સમય છે. તેથી અમરેન્દ્રનો ઉર્ધ્વગમન કાલ અને