________________
૪૨૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
અસુરરાજ ચમર, જેટલું ક્ષેત્ર નીચે જઈ શકે છે, તેટલું ક્ષેત્ર નીચે જવામાં શક્રેન્દ્રને બે સમય અને તેટલું જ ક્ષેત્ર નીચે જવામાં વજને ત્રણ સમય લાગે છે. અર્થાત્ અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો અધોલોક કંડક [અધોગમનનું કાલમાન સર્વથી અલ્પ છે અને ઉર્ધ્વલોક કંડક [ઉર્ધ્વગમનનું કાલમાન] તેથી સંખ્યાત ગણ છે. હે ગૌતમ ! તેથી દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના હાથેથી અસુરેન્દ્ર અસુરરાજ ચમરને પકડવામાં સમર્થ થયા નહીં.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ પ્રશ્નોત્તરમાં ફેંકેલી વસ્તુને પકડવાનું દેવ-સામર્થ્ય પ્રદર્શિત કર્યું છે. વસ્તુને પકડવાની દેવ–શક્તિ - કોઈ પણ ફેંકેલી વસ્તુને ગંતવ્ય સ્થાન પર પહોંચતા પહેલાં જ તેને પકડી લેવાનું સામર્થ્ય મનુષ્યમાં તો હોતું જ નથી પરંતુ મહર્તિક દેવ પાસે આ પ્રકારનું સામર્થ્ય હોય છે. દેવોની ગતિ શીઘ, શીધ્રતર થતી જાય છે. જ્યારે ફેકેલી વસ્તુની ગતિ મંદ મંદતર થતી જાય છે. તેથી વસ્તુ ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પહેલા જ દેવ તેને પકડી શકે છે. ચમરેન્દ્રને પકડવાની શકેન્દ્રની શક્તિ નથી - દેવની ગતિ શીધ્ર શીધ્રતર થવા છતાં શક્રેન્દ્ર, અમરેન્દ્રને પકડી શક્યા નહીં. તેનું કારણ એ છે કે અસુરકુમારનું અધોગમન સામર્થ્ય શકેન્દ્રથી અધિક હોય છે. શક્રેન્દ્રનું અધોગમન સામર્થ્ય અમરેન્દ્ર કરતાં અર્ધ છે. અધોગમનમાં જેટલા ક્ષેત્રને પસાર કરતાં, ચમરેન્દ્રને એક સમય થાય, તેટલા જ ક્ષેત્રને પસાર કરતાં શક્રેન્દ્રને બે સમય થાય છે.
જ્યારે શક્રેન્દ્રનું ઉર્ધ્વગમન સામર્થ્ય ચમરેન્દ્ર કરતાં ત્રણ ગણું છે. ઉર્ધ્વગમનમાં શક્રેન્દ્રને જેટલા ક્ષેત્રને પસાર કરતાં એક સમય થાય તેટલા જ ક્ષેત્રને પસાર કરતાં ચમરેન્દ્રને ત્રણ સમય થાય છે.
આ રીતે અસુરકુમારોનું અધોગમન સામર્થ્ય અધિક છે જ્યારે શક્રેન્દ્રનું ઉર્ધ્વગમન સામર્થ્ય અધિક છે. તેથી શક્રેન્દ્ર, અમરેન્દ્રને પકડી શક્યા નહીં. ઈન્દ્રના ઉર્ધ્વગમનાદિ સામર્થ્યનો અલ્પબદુત્વ :| २५ सक्कस्स णं भंते ! देविंदस्स देवरण्णो उड्टुं अहे तिरियं च गइविसयस्स कयरे कयरेहिंतो अप्पे वा, बहुए वा, तुल्ले वा, विसेसाहिए वा ?
गोयमा ! सव्वत्थोवं खेत्तं सक्के देविंदे देवराया अहे उवयइ एक्केणं समएणं, तिरियं संखेज्जे भागे गच्छइ, उड्डे संखेज्जे भागे गच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રનો ઉર્ધ્વગમન વિષય, અધોગમન-વિષય અને તિર્યગુ ગમન વિષયમાં કયો વિષય કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્રનું એક સમયમાં સર્વથી અલ્પ અધોગમન સામર્થ્ય છે,