________________
| शत-3: 6देश-२
| ४१८ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે દેવ પહેલા ફેકેલા પુદ્ગલને તેની પાછળ જઈને ગ્રહણ કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યારે પુદ્ગલ ફેંકાય છે, ત્યારે તેની ગતિ શીધ્ર હોય છે અને પાછળથી તેની ગતિ મંદ પડી જાય છે. મહાઋદ્ધિવાન દેવ પહેલા પણ અને પછી પણ શીધ્ર અને શીધ્ર ગતિવાળા હોય છે, ત્વરિત અને ત્વરિત ગતિવાળા હોય છે. તેથી ફેંકેલા પુદ્ગલોની પાછળ જઈને તેને પકડી શકે છે. |२४ जइ णं भंते ! देवे महिड्डीए जाव अणुपरियट्टित्ता णं गेण्हित्तए, कम्हा णं भंते ! सक्केणं देविदेण देवरण्णा, चमरे असुरिंदे असुरराया णो संचाइए साहत्थि गेण्हित्तए?
गोयमा ! असुरकुमाराणं देवाणं अहे गइविसए सीहे सीहे चेव तुरिए तुरिए चेव; उट्टुं गइविसए अप्पे अप्पे चेव, मंदे मंदे चेव; वेमाणियाणं देवाणं उड्डे गइविसए सीहे सीहे चेव, तुरिए तुरिए चेव; अहे गइविसए अप्पे अप्पे चेव, मंदे मंदे चेव; जावइयं खेत्तं सक्के देविंदे देवराया उड् उप्पयइ एक्केणं समएणं तं वज्जे दोहिं, जं वज्जे दोहिं तं चमरे तिहिं । सव्वथोवे सक्कस्स देविंदस्स देवरण्णो उड्डलोयकंडए, अहेलोयकंडए संखेज्जगुणे । जावइयं खेत्तं चमरे असुरिंदे असुरराया अहे उवयइ एक्केणं समएणं तं सक्के दोहिं, जं सक्के दोहिं तं वज्जे तीहिं । सव्वत्थोवे चमरस्स असुरिंदस्स असुररण्णो अहेलोयकंडए, उड्डलोयकंडए संखेज्जगुणे, एवं खलु गोयमा ! सक्केणं देविदेणं देवरण्णा, चमरे असुरिंदे असुरराया णो संचाइए साहत्थि गेण्हित्तए । ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! મહાઋદ્ધિવાન આદિ વિશેષણવાળા દેવ પુદ્ગલનો પીછો પકડી, તેને જો પકડી શકે છે, તો દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના હાથે અસુરેન્દ્ર અસુરરાજ ચમરને કેમ પકડી શકયા नहीं?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમાર દેવોનું અધોગમન શીધ્ર-શીધ્ર ગતિ સંપન્ન તથા ત્વરિત-ત્વરિત ગતિ સંપન્ન હોય છે. ઉર્ધ્વગમન અલ્પ–અલ્પ ગતિ સંપન અને મંદ મંદ ગતિ સંપન્ન હોય છે. વૈમાનિક દેવોનો ઉર્ધ્વગમનનો વિષય શીઘ, શીધ્ર ગતિ સંપન્ન તથા ત્વરિત, ત્વરિત ગતિ સંપન્ન હોય છે અને અધોગમનનો વિષય અલ્પ, અલ્પ ગતિ સંપન્ન તથા મંદ મંદ ગતિ સંપન્ન હોય છે. એક સમયમાં દેવેન્દ્ર દેવરાજ શક્ર જેટલું ઉપર જઈ શકે છે, તેટલું ઉપર જવામાં વજને બે સમય અને તેટલું જ ક્ષેત્ર ઉપર જવામાં ચમરેન્દ્રને ત્રણ સમય લાગે છે. દેવેન્દ્ર દેવરાજ શક્રનો ઉર્ધ્વલોક કંડક અર્થાત્ ઉર્ધ્વગમનનું કાલમાન સર્વથી અલ્પ છે અને અધોલોક કંડક અર્થાતુ અધોગમનનું કાલમાન તેથી સંખ્યાત ગણું છે. એક સમયમાં અસુરેન્દ્ર