________________
શતક–૩: ઉદ્દેશક–૨
_.
૪૦૭ ]
રીતે મળ્યા, કઈ રીતે પ્રાપ્ત થયા અને કઈ રીતે અભિસમન્વાગત થયા–સન્મુખ થયા?
હે ગૌતમ! તે કાલે, તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધાચલ પર્વતની તળેટીમાં 'બેભેલ' નામનો સન્નિવેશ હતો, તેનું વર્ણન ચંપાનગરી પ્રમાણે જાણવું. તે બેભેલ સન્નિવેશમાં પૂરણ નામના એક ગાથાપતિ રહેતા હતા. તે ધનાઢય અને દિપ્ત–પ્રભાવશાળી હતા. તેનું સંપૂર્ણ વર્ણન તામલી તાપસ પ્રમાણે જાણવું. તેમાં તફાવત એ છે કે પૂરણ ગાથાપતિએ પ્રવ્રજ્યા અંગીકાર કરતી વખતે ચાર ખાનાવાળું કાષ્ઠ પાત્ર તૈયાર કરાવ્યું હતું. તેણે પણ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને સ્વજનોને જમાડ્યા. સ્વયં ચાર ખાનાવાળું પાત્ર ગ્રહણ કરી, મુંડિત થઈને 'દાનામા' પ્રવ્રજ્યા અંગીકાર કરી અને પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી નીચે ઉતરીને, સ્વયં કાષ્ઠ નિર્મિત પાત્ર લઈને, બેભેલ સન્નિવેશમાં ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુલના ઘર સમુદાયમાં ભિક્ષાચરી કરીને, ભિક્ષા પ્રાપ્તિમાં જે મળે તેના આ પ્રમાણે ચાર વિભાગ કરવાનો સંકલ્પ કર્યો.
મારા પાત્રના પહેલા ખાનામાં જે વસ્તુ પ્રાપ્ત થશે તે હું પથિકોને અર્પણ કરીશ. મારા પાત્રના બીજા ખાનામાં જે વસ્તુ પ્રાપ્ત થશે તે હું કાગડા અને કૂતરાને અર્પણ કરીશ. મારા પાત્રના ત્રીજા ખાનામાં જે વસ્તુ પ્રાપ્ત થશે તેનો હું માછલા અને કાચબાઓને અર્પણ કરીશ. મારા પાત્રના ચોથા ખાનામાં જે વસ્તુ પ્રાપ્ત થશે તેનો હું આહાર કરીશ.
આ પ્રકારે વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે રાત્રિ નિર્મલ પ્રકાશવાળી થઈ અર્થાત્ પ્રાતઃકાલ થયો, ત્યારે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યું વગેરે વર્ણન પૂર્વવત્ સમજવું. ચોથા ખાનામાં પ્રાપ્ત ભોજનનો સ્વયં ઉપયોગ કરતા.
ત્યાર પછી તે પૂરણ બાલ તપસ્વી તે ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહીત બાલતપના પ્રભાવથી પૂર્વવર્ણિત કામલી તાપસની જેવા થઈ ગયા. તે બેભેલ સન્નિવેશની મધ્યમાંથી નીકળ્યા. ત્યાં સુધીનું સમસ્ત વર્ણન તામલી તાપસની સમાન જાણવું.] તેણે તેની પાદુકા, કમંડળ આદિ ઉપકરણ અને ચારખાનાવાળા કાષ્ટપાત્રને એકાંતમાં મૂકી દીધું અને ત્યાર પછી તેણે બેભેલ સન્નિવેશના અગ્નિકોણમાં અર્ધનિવનિક મંડલ-વીસ ધનુષ પ્રમાણ મંડલ દોરીને, સંલેખનાથી પોતાના આત્માને ઝૂષિત (યુક્ત) કર્યો. આહાર પાણીનો ત્યાગ કરીને પાદપોપગમન' અનશનનો સ્વીકાર કર્યો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચમરેન્દ્રના પૂર્વભવ પૂરણ તાપસનું જીવન વૃત્તાંત અંકિત કર્યું છે. દાનામા પ્રવજયા :- આ એક પ્રકારની તાપસ પ્રવ્રજ્યા છે. આ પ્રવ્રજ્યામાં દાન આપવાની ક્રિયા મુખ્ય હોય છે.
તે પ્રવ્રજ્યામાં તાપસ ચાર ખંડવાળું એક કાષ્ઠ પાત્ર રાખે છે, પારણાના દિવસે ભિક્ષાવિધિથી ભિક્ષાને પ્રાપ્ત કરે અને પ્રથમ ખંડમાં પ્રાપ્ત થયેલી ભિક્ષા પથિકોને, બીજા ખંડની ભિક્ષા કાગડા-કૂતરાને,