________________
શ્રી ભગવતી સૂત્ર–૧
ત્રીજા ખંડની ભિક્ષા જલચર જીવોને અને ચોથા ખંડમાં પ્રાપ્ત થયેલી ભિક્ષાને સ્વયં વાપરતા હોય છે. યાવજ્જીવન છઠના પારણે છઠની તપસ્યા કરતાં, પારણાના દિવસે ઉપરોક્ત વિધિથી આહાર કરતાં, જ્યારે શરીર અત્યંત કૃશ થઈ ગયું ત્યારે પૂરણતાપસે 'પાદપોપગમન' અનશનનો સ્વીકાર કર્યો.
४०८
અનુ નિયત્તષિર્ મંડત્તે :- અÁ નિવર્તન મંડળ. ૪૦ ધનુષ્ય = એક નિવર્તન, ૨૦ ધનુષ્ય = અદ્ભુ નિવર્તન. પૂરણ તાપસે ૨૦ ધનુષ્ય પ્રમાણ લાંબી પહોળી મંડલાકાર જગ્યાને ચિહ્નિત કરી. તેની વચ્ચે પોતાનું આસન ગ્રહણ કરીને તેઓએ પાદપોપગમન અનશનનો સ્વીકાર કર્યો.
પ્રભુ મહાવીરની એક રાત્રિકી મહાપ્રતિમા ઃ
१६ तेणं कालेणं तेणं समएणं अहं गोयमा ! छउमत्थकालियाए एक्कारसवासपरियाए छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणे, पुव्वाणुपुव्विं चरमाणे, गामाणुगामं दुइज्जमाणे जेणेव सुंसुमारपुरे णयरे जेणेव असोयवणसंडे उज्जाणे जेणेव असोयवरपायवे जेणेव पुढवीसिलापट्टए तेणेव उवागच्छामि, असोगवरपायवस्स हेट्ठा पुढवीसिलापट्टयंसि अट्ठमभत्तं परिगिण्हामि, दो वि पाए साहट्टु वग्घारियपाणी एगपोग्गलणिविट्ठदिट्ठी अणिमिसणयणे ईसिंपब्भारगएणं कारणं अहापणिहिए हिं गत्तेहिं सव्विदिएहिं गुत्तेहिं एगराइयं महापडिमं उपसंपज्जेत्ता णं विहरामि । ભાવાર્થ :[હવે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પોતાની હકીકત કહે છે.] હે ગૌતમ ! તે કાલે, તે સમયે હું છદ્મસ્થ અવસ્થામાં હતો. મારી દીક્ષા પર્યાયને ૧૧ વર્ષ થયા હતા અને હું નિરંતર છઠ–છઠની તપસ્યા કરતા, તપ અને સંયમથી આત્માને ભાવિત કરતાં, પૂર્વાનુપૂર્વીથી વિચરતાં, ગ્રામાનુગ્રામ જતાં, સુંસમારપુર નગરના અશોક વનખંડ ઉધાનમાં, અશોક વૃક્ષની નીચે, પૃથ્વી શિલાપટ્ટકની ઉપર, અક્રમ તપ [ત્રણ ઉપવાસ]ને સ્વીકારીને, બંને પગને કંઈક સંકુચિત કરીને, બંને હાથને નીચેની તરફ લાંબા કરીને, કેવળ એક પુદ્ગલ પર દષ્ટિ સ્થિર કરીને, અનિમેષ દષ્ટિએ, શરીરના અગ્રભાગને કંઈક ઝૂકાવીને, યથાસ્થિત ગાત્રને–શરીરના અંગોને સ્થિર કરીને, સર્વ ઈન્દ્રિયોને ગુપ્ત કરીને એક રાત્રિકી મહાપ્રતિમાને અંગીકાર કરીને ધ્યાનસ્થ રહ્યો હતો.
પૂરણ તાપસનો ચમરેન્દ્ર રૂપે જન્મ :
१७ तेणं कालेणं तेणं समएणं चमरचंचा रायहाणी अणिंदा, अपुरोहिया यावि होत्था । तएण से पूरणे बालतवस्सी बहुपडिपुण्णाई दुवालसवासाइं परियागं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेत्ता सट्ठि भत्ताइं अणसणाए छेदेत्ता
'