________________
શતક—૩ : ઉદ્દેશક–૨
૪૦૫
જ્ઞાની અણગારનો આશ્રય ગ્રહણ કરીને જ સૌધર્મ કલ્પ સુધી ઉર્ધ્વગમન કરી શકે.
અહીં મૂળપાઠમાં 'અરિહંત ચૈત્ય' શબ્દ મળે છે તે અશુદ્ધ છે. કારણ કે તે શબ્દ પ્રાચીન પ્રતોમાં જોવા મળતો નથી. શરણ દેવાની કે રક્ષા કરવાની શક્તિ મૂર્તિમાં હોતી નથી. દ્વેષી માણસો ચૈત્યમાં મૂર્તિને ખંડિત કરે કે ચોર ચોરી જાય ત્યારે તે મૂર્તિ પોતાનું પણ રક્ષણ કરતી નથી. ક્યારેક કોઈ ચૈત્ય દેવાધિષ્ઠિત હોઈ શકે છતાં તે દૈવ કરતાં ચમરેંદ્રની પોતાની શક્તિ વધારે હોય છે માટે દેવનું શરણ લેવાની તેને જરૂર હોતી નથી.
અહીં સામાન્ય અણુગારને નહીં કહેતાં વિશિષ્ટ અણગારના આશ્રયગ્રહણનું કથન છે. વાસ્તવમાં તપસ્વી અણગાર અને અરિહંતનું શરણ જ સમયે રક્ષા કરી શકે છે. સામાન્ય અણગારથી કે ચૈત્યથી શકેન્દ્રનું વજ્ર રોકાઈ શકે તેમ નથી. આ કારણે પ્રસ્તુત સંસ્કરણના મૂલ પાઠમાં આ શબ્દને કૌંસમાં રાખ્યો છે.
ચમરેન્દ્રનો પૂર્વભવ : પૂરણ તાપસ
બેગ્મેલ સન્નિવેશમાં રહેતાં પૂરણ નામના ગાચાપતિએ દાનામા પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યારથી જ તેઓ આતાપના પૂર્વક નિરંતર છ–છઠની તપસ્યા કરતા. પારણાના દિવસે ચાર ખંડવાળા કાષ્ઠ પાત્રમાંથી ત્રણ ખંડમાં પ્રાપ્ત થયેલી ભિક્ષા ક્રમશઃ પશ્ચિકોને, કાગડા-કૂતરાને, મચ્છ-કચ્છને દાનમાં આપી, ચોથા ખંડમાં પ્રાપ્ત થયેલી ભિક્ષાનો જ સ્વયં ઉપયોગ કરતા હતા.
તે બાર વર્ષની તાપસ પર્યાયનું પાલન કરી, એક માસનો પાદપોપગમન સંધારો કરી, કાલધર્મ પામી ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાન દ્વારા ઉપર સૌધર્મ દેવલોકમાં સિંહાસન પર બેઠેલા શકેન્દ્રને જોયા. તેની વિશિષ્ટ ઋદ્ધિ અને પ્રભાવને જોઈને, ઈર્ષ્યાને વશ બનીને ચમરેન્દ્રે શક્રેન્દ્રને અપમાનિત કરવાનો નિર્ણય કર્યો.
તેણે સૌધર્મ દેવલોક સુધી પહોંચવા પ્રભુ મહાવીરનો આશ્રય સ્વીકાર્યો. પોતાના પરિઘ નામના શસ્ત્રને લઈ, એક લાખ યોજનનું ઉત્તર વૈક્રિય વિકરાળ શરીર બનાવી, સિંહનાદ કરતો સૌધર્મ દેવલોકમાં ગયો. ત્યાં જઈને પરિઘ રત્નથી ઈન્દ્રકીલને પ્રતાડિત કરીને, શક્રેન્દ્રને અપશબ્દથી અપમાનિત કરવા લાગ્યો. ચમરેન્દ્રે સૌધર્મ દેવલોકમાં જઈ ઉત્પાત મચાવ્યો તે અનંતકાલ પછીની એક આશ્ચર્યકારક ઘટના બની ગઈ. શક્રેન્દ્ર પણ કઠોર શબ્દો સાંભળીને કોપિત થયા. તેણે પોતાનું વજ ચમરેન્દ્રના વધ માટે ફેંક્યું. વજને સામે આવતું જોઈને ચમરેન્દ્ર અત્યંત ભયભીત બની, ઉત્કૃષ્ટ ગતિથી ભાગીને પ્રભુના શરણમાં પહોંચી ગયો.
ચમરેન્દ્ર પ્રભુના શરણમાં પહોંચી ગયો છે, તે શકેન્દ્રે અવધિજ્ઞાન દ્વારા જાણ્યું. પ્રભુ પ્રત્યેની ભક્તિના કારણે શક્રેન્દ્ર વજ્રને પાછું ખેંચવા દોડયા. પ્રભુથી ચાર જ અંગુલ દૂર રહેલા વજને શક્રેન્દ્રે પકડી લીધું, પ્રભુની ક્ષમાયાચના કરી અને ચમરેન્દ્રને અભયદાન આપ્યું. ચમરેન્દ્રે પણ પોતાના સામાનિક