________________
૪૦૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
કલ્પ સુધી ઉપર જાય છે પરંતુ આશ્રય સ્વીકાર્યા વિના ઉપર જતા નથી. | १२ सव्वे विणं भंते ! असुरकुमारा देवा उड्डे उप्पयंति जाव सोहम्मो कप्पो ?
___ गोयमा ! णो इणढे समढे । महिड्डिया णं असुरकुमारा देवा उड्डे उप्पयंति जाव सोहम्मो कप्पो । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ અસુરકુમાર દેવ, સૌધર્મ કલ્પ સુધી ઉપર જાય છે?
ઉત્તર- હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ સર્વ અસુરકુમાર દેવ ઉપર જતા નથી. પરંતુ મહાઋદ્ધિવાન અસુરકુમાર દેવ જ સૌધર્મ કલ્પ સુધી ઉપર જાય છે.
१३ एस वि णं भंते ! चमरे असुरिंदे, असुरराया उड्डे उप्पइयपुट्वि जाव સોદો વખો ? હંતા, ગોયમાં ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું આ અસુરેન્દ્ર અસુરરાજ ચમર પણ પહેલા ક્યારે ય ઉપર સૌધર્મ કલ્પ સુધી ગયા હતા?
ઉત્તર- હા, ગૌતમ! ગયા હતા. १४ अहो णं भंते ! चमरे असुरिंदे असुरराया महिड्डीए महज्जुईए जाव कहिं पविट्ठा ? कूडागारसालादिद्रुतो भाणियव्वो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આશ્ચર્ય છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર મહાદ્ધિવાન, મહાધુતિવાન છે, તો હે ભગવન્! તે દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવ પ્રભાવ વગેરે ક્યાં ગયા? ક્યાં પ્રવિષ્ટ થયા?
ઉત્તર– હે ગૌતમ!પૂર્વોક્ત કુટાકાર શાળાનું દષ્ટાંત અહીં સમજવું, તે દિવ્યદેવપ્રભાવ ચમરેન્દ્રના શરીરમાં ગયો અને શરીરમાં પ્રવેશ પામી ગયો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હુંડા અવસર્પિણી કાળના દશ આશ્ચર્યમાંથી એક આશ્ચર્યનું કથન કર્યું છે. અમરેન્દ્રનો સૌધર્મ કલ્પમાં ઉત્પાત - ચમરેન્દ્રનું ઉર્ધ્વગમનનું સામર્થ્ય છે, તેમ છતાં પ્રાયઃ તેઓ જતા નથી. અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાલ વ્યતીત થયા પછી અમરેન્દ્ર સૌધર્મ દેવલોકમાં ઉપદ્રવ માટે ગયા, તે ઘટના એક આશ્ચર્યકારક ગણાય છે. તેમાં પણ દરેક અસુરકુમારો ઉર્ધ્વગમન કરતા નથી. જે મહાઋદ્ધિ સંપન્ન હોય, તે જ જઈ શકે છે. અસુરકુમારો અરિહંત પરમાત્માનો અથવા ભાવિતાત્મા-વિશિષ્ટ