________________
[ ૪૦૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
પ્રયોજન પ્રદર્શિત કર્યું છે. અધોગમન સામર્થ્ય અને પ્રયોજન - સાતમી નરક પૃથ્વી સુધીનું તેનું ગમનસામર્થ્ય છે. પરંતુ તે શક્તિ માત્ર છે. તે ત્રીજી નરક પૃથ્વી સુધી જ જાય છે. પૂર્વના શત્રુને દુઃખી કરવા અને પૂર્વના મિત્રના દુ:ખને દૂર કરવાની ઈચ્છાથી ત્યાં જાય છે. વાસ્તવિક રીતે પ્રત્યેક જીવ પોતાના કરેલા કર્મોને જ ભોગવે છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે નિમિત્ત બની શકે છે. તિર્યગમન સામર્થ્ય અને પ્રયોજન - અસંખ્ય દ્વીપ સમુદ્ર પર્યત જવાનું તેનું સામર્થ્ય છે પરંતુ તે નંદીશ્વર દ્વીપ સુધી જ જાય છે. ત્યાં જઈને તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ મહોત્સવની ઉજવણી કરે છે.
અસુરકુમારના નિવાસ સ્થાન ઉત્તર અને દક્ષિણ દિશામાં છે. અસુરકુમારોને તિર્યગૂગમન કરવું હોય ત્યારે ઉત્તર દિશાના અસુરકુમાર ઉત્તરદિશાના માર્ગે અને દક્ષિણ દિશાના અસુરકુમાર દક્ષિણ દિશાના માર્ગે ઉપપાત પર્વત ઉપર આવે છે. તેઓના ઉપપાત પર્વત અસંખ્યાતમા સમુદ્રમાં છે.
તેથી નંદીશ્વર દ્વીપ કે જેબૂદ્વીપમાં જવા તેઓએ અસંખ્યાત દ્વીપ-સમુદ્રને પસાર કરવા જ પડે છે. આ સૂત્રમાં જે કથન છે કે "અસંખ્યાત દ્વીપ પર્યત જવાનું સામર્થ્ય છે. પરંતુ તેઓ નંદીશ્વર દ્વીપ સુધી જ જાય છે" તે કથન પોતાની દિશા સિવાયની અન્ય ત્રણ દિશાની અપેક્ષાએ સમજવું. ઉર્ધ્વગમન સામર્થ્ય :- અય્યત દેવલોક પર્યત તે જઈ શકે છે પરંતુ તે તેનો વિષયમાત્ર છે. તે સૌધર્મ દેવલોક સુધી જ જાય છે. અસુરકુમારોનું ઉર્ધ્વગમન પ્રયોજન અને પ્રવૃત્તિ - અસુરકુમાર દેવો અને વૈમાનિક દેવોને સ્વાભાવિક– જન્મજાત વૈર હોય છે. તેથી અસુરકુમારો ત્યાં જઈને તે દેવોને ત્રાસ પહોંચાડવા પ્રયત્ન કરે છે, તેના રત્નોને ચોરીને ભાગી જાય છે, તેની આ પ્રકારની પ્રવૃત્તિથી વૈમાનિક દેવો તેને શારીરિક પીડા પહોંચાડે છે. તેના પર પ્રહાર કરે છે. તે પીડાની અસર તે દેવોને જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસ પર્યત રહે છે.
અસુરકુમારો વૈમાનિક દેવીઓ સાથે ત્યાં દેવલોકમાં દિવ્ય ભોગ ભોગવી શકતા નથી. તેની દેવીઓને પોતાના સ્થાનમાં લાવ્યા પછી જો તે દેવીઓ તે અસુરકુમારોનો આદર કરે, તેને સ્વામીરૂપે
સ્વીકારે તો ભોગ ભોગવી શકે છે. "અસર' શબ્દ પ્રયોગ પૌરાણિક - "અસુર' શબ્દનો પ્રયોગ વેદ અને પુરાણોમાં દાનવના અર્થમાં થયો છે. જૈન સિદ્ધાંતોના વર્ણનમાં પણ 'અસુર' શબ્દ આ જ અર્થને સૂચિત કરે છે. પૌરાણિક સાહિત્યમાં સુર–અસુર દિવ-દાનવનું યુદ્ધ પ્રસિદ્ધ છે, જે ઉપરોક્ત વર્ણન સાથે સામ્ય ધરાવે છે, અહીં પણ કહ્યું છે કે અસુરકુમારોને વૈમાનિક દેવો સાથે અહિ-નકુલવતુ જન્મજાત વેર હોય છે, તેથી જ તે સૌધર્મ દેવલોકમાં જઈને ઉપદ્રવ કરે છે, ચોરી કરે છે અને ત્યાંના દેવોને ત્રાસ પહોંચાડે છે.