________________
| શતક–૩ઃ ઉદ્દેશક-૨
૪૦૧ |
અને આત્મરક્ષક દેવોને ત્રાસ પહોંચાડે છે તથા નાના-નાના રત્નોને ગ્રહણ કરીને ચોરીને] એકાંત સ્થાનમાં ભાગી જાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તે વૈમાનિક દેવોની પાસે નાના-નાના રત્નો હોય છે? ઉત્તર- હા ગૌતમ! તે વૈમાનિક દેવો પાસે નાના-નાના રત્નો હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! જ્યારે તે અસુરકુમાર દેવ, રત્નો ચોરીને ભાગી જાય છે, ત્યારે તે વૈમાનિક દેવ શું કરે છે?
ઉત્તર- હે ગૌતમ! ત્યારે તે વૈમાનિક દેવ, અસુરકુમારોને શારીરિક પીડા પહોંચાડે છે. | ९ पभू णं भंते ! असुरकुमारा देवा तत्थ गया चेव समाणा ताहिं अच्छराहिं सद्धिं दिव्वाइं भोगभोगाइं भुंजमाणा विहरित्तए ।
णो इणढे समढे । ते णं तओ पडिणियत्तंति, तओ पडिणियत्तित्ता इहमागच्छंति, आगच्छित्ता जइ णं ताओ अच्छराओ आढायंति परियाणंति, पभू णं ते असुरकुमारा देवा ताहिं अच्छराहिं सद्धिं दिव्वाइं भोगभोगाई भुंजमाणा विहरित्तए । अह णं ताओ अच्छराओ णो आढायंति णो परियाणंति, णो णं पभू ते असुरकुमारा देवा ताहिं अच्छाराहिं सद्धिं दिव्वाई भोगभोगाई भुंजमाणा विहरित्तए । एवं खलु गोयमा ! असुरकुमारा देवा सोहम्मं कप्पं गया य गमिस्सति य ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉપર સિૌધર્મ દેવલોકમાં ગયેલા તે અસુરકુમાર દેવ, શું ત્યાં રહેલી અપ્સરાઓ સાથે દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી, અર્થાતુ તે ત્યાં રહીને ત્યાંની અપ્સરાઓ સાથે દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવી શકતા નથી. પરંતુ તે ત્યાંથી પાછા ફરે છે અને પોતાના સ્થાને આવે છે. જો કદાચિત્ તે અપ્સરાઓ તેનો આદર કરે અને તેને સ્વામી રૂપે સ્વીકારે, તો તે અસુરકુમાર દેવ, તે વૈમાનિક અપ્સરાઓ સાથે દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવી શકે છે પરંતુ જો તે અપ્સરાઓ તેનો આદર કરે નહીં, તેને સ્વામી રૂપે સ્વીકારે નહીં, તો તે અસુરકુમાર દેવ, તે વૈમાનિક અપ્સરાઓ સાથે દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવી શકતા નથી.
હે ગૌતમ ! આ કારણથી અસુરકુમાર દેવ સૌધર્મ કલ્પ સુધી ગયા છે અને જશે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસુરકુમારોનું અધોગમન, તિર્યગગમન અને ઉર્ધ્વગમનનું સામર્થ્ય અને ગમનનું