________________
[ ૪૦૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
असुरकुमारा देवा गंदीसरवरं दीवं गया य गमिस्संति य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસુરકુમાર દેવ નંદીશ્વર દ્વીપ સુધી ગયા છે અને જશે ?
ઉત્તર- હે ગૌતમ ! અરિહંત ભગવંતોના જન્મ મહોત્સવમાં, નિષ્ક્રમણ-દીક્ષા મહોત્સવમાં કેવલજ્ઞાનોત્પત્તિ મહિનામાં અને પરિનિર્વાણ મહિનામાં અસુરકુમાર દેવ, નંદીશ્વર દ્વીપમાં ગયા છે અને
જશે.
ઉર્ધ્વગમન સામર્થ્ય અને પ્રયોજન :७ अत्थि णं भंते ! असुरकुमाराणं देवाणं उड्डे गइविसए ?हता, अत्थि ।
केवइयं च णं भंते ! असुरकुमाराणं देवाणं उड्डे गइविसए ? गोयमा ! जाव अच्चुए कप्पे, सोहम्मं पुण कप्पं गया य गमिस्सति य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવ, પોતાના સ્થાનથી ઉર્ધ્વગમન કરી શકે છે?
ઉત્તર- હા ગૌતમ ! તે પોતાના સ્થાનથી ઉર્ધ્વગમન કરી શકે છે. પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવ, પોતાના સ્થાનથી કેટલું ઉર્ધ્વગમન કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમાર દેવ, પોતાના સ્થાનથી અશ્રુત કલ્પ સુધી ઉર્ધ્વગમન કરી શકે છે. પરંતુ સૌધર્મ કલ્પ સુધી ગયા છે અને જશે. ८ किंपत्तियं णं भंते ! असुरकुमारा देवा सोहम्मं कप्पं गया य गमिस्संति य?
गोयमा ! तेसि णं देवाणं भवपच्चइए वेराणुबंधे । ते णं देवा विउव्वेमाणा, परियारेमाणा वा आयरक्खे देवे वित्तासेंति, अहालहुसगाई रयणाइंगहाय आयाए एगंतमंत अवक्कमति ।
अत्थि णं भंते ! तेसिं देवाणं अहालहुसगाई रयणाइं? हंता, अत्थि । से कहमियाणि पकरेंति ? तओ से पच्छा कायं पव्वहति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસુરકુમાર દેવ સૌધર્મદેવલોક સુધી ગયા છે અને જશે ?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમાર દેવોનું, તે વૈમાનિક દેવો સાથે ભવપ્રત્યયિક વૈર જિન્મથી જ વેરાનુબંધ છે, તેથી વૈક્રિય રૂ૫ બનાવી, અન્યની દેવીઓ સાથે ભોગ ભોગવવાની ઈચ્છાથી ત્યાં જાય છે