________________
[ ૩૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૧
છે?
ઉત્તર- હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. અર્થાત્ અસુરકુમાર દેવ, આ રત્નપ્રભા પૃથ્વીની નીચે રહેતા નથી, તેમ બીજીથી સાતમી પૃથ્વીની નીચે પણ રહેતા નથી. આ રીતે સૌધર્મ દેવલોકથી લઈ અન્ય સર્વ દેવલોકોની નીચે પણ અસુરકુમાર દેવ રહેતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર દેવ ઈષત્પ્રાશ્મારા પૃથ્વીની નીચે રહે છે?
ઉત્તર- હે ગૌતમ! તે વાત શક્ય નથી. ઈષત્પ્રાશ્મારા પૃથ્વીની નીચે પણ અસુરકુમાર દેવ રહેતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવ ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧,૮૦,૦૦૦ (એક લાખ એંશી હજાર) યોજનની છે. તેની વચ્ચે અસુરકુમાર દેવ રહે છે. અહીં અસુરકુમાર દેવ સંબંધી સંપૂર્ણ વક્તવ્યતા કહેવી જોઈએ. તેઓ દિવ્ય ભોગ ભોગવતા વિચરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસુરકુમારો દેવના આવાસ ક્યાં છે? તેનું પ્રતિપાદન કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં તેનું વિસ્તૃત વર્ણન છે. અસુરકુમારના નિવાસ:- રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧,૮૦,૦૦૦ (એક લાખ એંશી હજાર) યોજનની છે. તેમાં ઉપર અને નીચે ૧૦૦૦-૧000 યોજન છોડીને વચ્ચે ૧,૭૮,૦૦૦ (એક લાખ અયોતેર હજાર) યોજનની પોલાણ છે. તેમાં ૧૩ પ્રસ્તર–પાથડા અને ૧૨ આંતરા-અંતર છે. પાથડામાં નારકીના જીવો રહે છે અને ૧૨ અંતરામાં ઉપરના બે આંતરા ખાલી છે. શેષ દશ આંતરામાં દશ પ્રકારના ભવનપતિ દેવો રહે છે. અસુરકુમાર દેવોનું અધોગમન સામર્થ્ય અને પ્રયોજન - | ३ अस्थि णं भंते ! असुरकुमारा देवाणं अहे गइविसए ? हंता, अस्थि ।
केवइयं च णं भंते ! ते असुरकुमाराणं देवाणं अहे गइविसए पण्णत्ते ? गोयमा ! जाव अहे सत्तमाए पुढवीए, तच्चं पुण पुढविं गया य गमिस्संति य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર દેવ પોતાના સ્થાનથી અધોગમન કરી શકે છે?
ઉત્તર- હા ગૌતમ ! અધોગમન કરી શકે છે. પ્રશ્ન- હે ભગવન્! તે અસુરકુમાર દેવો, પોતાના સ્થાનથી નીચે કેટલું જઈ શકે છે?