________________
(૧૩/૬) મહાબલમુનિ, અંક અણગાર (૨/૧) વગેરે અનેક અણગારોના સાવંત જીવનદર્શન, સંયમ સાધના માર્ગને પ્રારંભથી અંત સુધી સ્પષ્ટ કરે છે. તે જ રીતે તંગિયા નગરીના શ્રમણોપાસકોનું જીવન અને તેના પ્રશ્નો શ્રાવકધર્મને પ્રકાશિત કરે છે.
જ્ઞાન અને ક્રિયાનો સુભગ સમન્વય પ્રસ્તુત આગમમાં થયો છે. સાધનાની પરિપૂર્ણતા જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી જ થાય છે. શ્રી ગૌતમનો પ્રશ્ન છે કે સુવ્રત અને કુવ્રતમાં શું અંતર છે ? (શતક-૭/૨) ભગવાને કહ્યું – જે સાધક વ્રત ગ્રહણ કરે છે પરંતુ જો તેને જીવ-અજીવનું, ત્ર-સ્થાવરનું જ્ઞાન ન હોય તો તેના વ્રત સુવ્રત નથી. જ્ઞાન વિના વ્રતનું સમ્યપ્રકારે પાલન થતું નથી. જ્ઞાનવાન વ્યક્તિના વ્રત જ સુવ્રત છે.
તેમજ શ્રુત અને શીલની ચતુર્ભગીમાં પ્રભુએ શ્રુતસંપન્ન અને શીલસંપન્ન સાધકને જ સંપૂર્ણ આરાધક કહ્યો છે. આરાધનાના ત્રણ પ્રકાર – જ્ઞાનારાધના, દર્શનારાધના, ચારિત્રારાધનાની પૂર્ણતા થાય, ત્યારે જ જીવ મુક્ત થઈ શકે છે (શતક-૮/૧૦). આ રીતે અનેક સ્થાને જ્ઞાનની મહત્તા સાથે આચારશુદ્ધિને સ્થાન આપ્યું છે.
આચારશુદ્ધિ માટે સાધકોને ક્રિયાની સ્પષ્ટતા અનિવાર્ય છે. પ્રસ્તુત આગમમાં સાંપરાયિક અને ઐર્યાપથિકી બે ક્રિયા, આરંભિકી આદિ પાંચ ક્રિયા તેમજ કાયિકી આદિ પાંચ પ્રકારની ક્રિયાનું નિરૂપણ છે. ભિન્ન ભિન્ન પ્રસંગોના દષ્ટાંત સહ કઈ વ્યક્તિને કેટલી ક્રિયા, કેવી રીતે લાગે છે? તેનું વિશ્લેષણ કર્યું છે.
યથા-ઈર્ષા સમિતિથી ઉપયોગપૂર્વક ગમન કરતા કોઈ શ્રમણના પગ નીચે ક્ષુદ્ર પ્રાણી કચરાઈ જાય, તો તે શ્રમણને કઈ ક્રિયા લાગે ? પ્રભુએ તેના ઉત્તરમાં કહ્યું કે તે શ્રમણને ઐર્યાપથિકી ક્રિયા લાગે – (શતક-૧૮/૮). પ્રસ્તુત ઉત્તરથી સ્પષ્ટ થાય છે કે તે પ્રશ્ન અને ઉત્તર વીતરાગ છસ્થની અપેક્ષાએ છે. કારણ કે એર્યાપથિકી ક્રિયા વીતરાગને જ લાગે છે. સરાગીને સાંપરાયિક ક્રિયા લાગે છે. શતક-૩૩ માં મંડિતપુત્ર સાથેના પ્રશ્નોત્તરમાં ક્રિયાના પાંચ પ્રકારનું કથન કર્યું છે.
મુક્તિના અંગ રૂપ સંવર, તપ, નિર્જરા વગેરે વિષયો અત્ર તત્ર આલેખિત છે.
સર્વાગી દૃષ્ટિકોણથી જોતા પ્રતીત થાય છે કે પ્રસ્તુત આગમમાં સાધનાનો માર્ગ પૂર્ણતયા પ્રકાશિત થયો છે.
A0.