________________
પુનર્જન્મનો સિદ્ધાંત સહજ રીતે સિદ્ધ થાય છે, આત્મા નિત્ય, શાશ્વત, અજર-અમર છે. તેના કર્મો અનુસાર તેની અવસ્થામાં પરિવર્તિત થયા જ કરે છે. વર્તમાનકાલીન જન્મમાં જીવ રાગાદિ વૈભાવિક પરિણામો દ્વારા શુભાશુભ કર્મનો બંધ કરે છે. તેના ભોગ માટે તેનો પુનર્જન્મ અવશ્ય થાય જ છે.
જીવ કેવા કર્મો કરે ત્યારે કઈ ગતિમાં જાય ? ત્યાં કેટલો કાલ રહે? ત્યાં જઈને કેટલી ઋદ્ધિને પામે, તે જ ભાવમાં જન્મ-મરણની પરંપરાએ કેટલો કાલ વ્યતીત કરે છે ? (શતક૨૪) જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય ભવને પ્રાપ્ત કરવા કેવી ગતિથી જાય, આ ભવમાંથી તે શું શું સાથે લઈને જાય, વગેરે વિષયોનું માર્મિક છતાં સચોટ વર્ણન જીવના કર્માનુસારના પુનર્જન્મને સિદ્ધ કરે છે.
તેમ જ દેવલોક, તેના પ્રકાર, ઋદ્ધિ, સ્થિતિ, આશ્રવ, ક્રિયા આદિ વિષયોનું પ્રતિપાદન પરલોકને પુષ્ટ કરે છે. પુનર્જન્મવાદની સાથે આત્મવાદ, કર્મવાદ, લોકવાદ, ક્રિયાવાદ અને વિમુક્તિવાદ આદિ સર્વવાદો સહજ સિદ્ધ થઈ જાય છે.
આચારવાદ : પ્રસ્તુત આગમમાં તત્ત્વવાદની સમકક્ષાએ જ આચાર સંબંધી નિરૂપણ છે. સાધ્વાચારના નિયમો, પંચમહાવ્રત રૂપ ધર્મ, પાંચ સમિતિ, ત્રણ ગુમિ, શ્રાવકવ્રત, તેના વિવિધ વિકલ્પો, સંવૃત્ત-અસંવૃત્ત અણગાર, શ્રુત-શીલની આરાધના અને આરાધનાના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકાર (શતક-૮/૧૦) વગેરે વિષયો સાધકો માટે અત્યંત ઉપયોગી છે.
(શતક-૨૫/૬) ચારિત્રના અને નિગ્રંથોના પાંચ પાંચ ભેદોનું કથન કરી તેમાં ૩૬ દ્વારથી નિરૂપણ કર્યું છે. તેમાં પ્રત્યેક ચારિત્રનું સ્વરૂપ, સ્થિતિ, ગતિ, વેશ્યા, વેદ, કર્મબંધ, વેદન, ઉદય, ઉદીરણા, કર્મક્ષય, તેના સંયમસ્થાનો, ભવપરંપરામાં તેની પ્રાપ્તિ વગેરે પ્રતિપાદિત વિષયની જાણકારી દ્વારા પ્રત્યેક ચારિત્રધારી પોતાની કક્ષા નિશ્ચિત કરી શકે છે, તેમજ તેના આધારે પોતાની કક્ષાને ઉચ્ચતમ બનાવી શકે છે.
કેટલાક જીવનોપયોગી પ્રશ્નોના સરળ ઉત્તરો અત્યંત બોધપ્રદ છે. યથા-જીવ હળુકર્મી અને ભારેકર્મી કેવી રીતે બને? ૧૮ પાપસ્થાનના ત્યાગથી હળુકર્મી અને પાપસ્થાનના સેવનથી ભારેકર્મી બને છે, તે જ રીતે અલ્પાયુ અને દીઘાર્યની પ્રાપ્તિના કારણો, સંસારભ્રમણ અને સંસાર અંતના કારણો, જેવા પ્રશ્નો જીવનસ્પર્શે છે. ઉદાયન ચરિત્ર
39 /