________________
જયંતિ શ્રમણોપાસિકાના પ્રશ્નોના પ્રત્યેક ઉત્તર પ્રભુએ અનેકાંત દષ્ટિએ આપ્યા છે. યથા - હે પ્રભો! સુણાવસ્થા શ્રેષ્ઠ છે કે જાગૃતાવસ્થા? પ્રભુએ કહ્યું - કેટલાક જીવની સુણાવસ્થા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવોની જાગૃતાવસ્થા શ્રેષ્ઠ છે. પાપી જીવોની સુણાવસ્થા અને ધર્મની જાગૃતાવસ્થા શ્રેષ્ઠ છે, તે જ રીતે અનેક પ્રશ્નોના ઉત્તર પણ તે જ રીતે આપ્યા છે. (શતક-૧૨/૨) કુંદક પરિવ્રાજકને લોક, જીવ, સિદ્ધિ અને સિદ્ધિનું સ્વરૂપ પ્રભુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સ્પષ્ટ કર્યું છે. (શતક-૨/૧).
આ રીતે પ્રસ્તુત આગમમાં અનેક પ્રશ્નોના ઉત્તરો અનેકાંત દષ્ટિકોણથી જ અપાયા છે. દાર્શનિક પરંપરામાં અનેકાંત દષ્ટિકોણથી વસ્તુનો બોધ કરવો, તે જૈનદર્શનની મૌલિકતા છે.
ષજીવનિકાસવાદઃ જૈન દર્શન જીવોના છ પ્રકારને સ્વીકારે છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિમાં જીવત્ત્વની સિદ્ધિ, તે જૈનદર્શનની વિશેષતા છે. આજના વૈજ્ઞાનિકો વનસ્પતિમાં ચૈતન્યને સ્વીકારે છે પરંતુ તેઓએ પૃથ્વી આદિ વિષયક વિશેષ સંશોધન કર્યું નથી. પ્રભુ મહાવીરે પૃથ્વી આદિથી મનુષ્ય અને દેવ સુધીના પ્રત્યેક જીવમાં ચૈતન્યની સમાનતાને સ્વીકારી છે. એટલું જ નહીં પરંતુ તેનો જીવનકાલ, આહાર, શ્વાસ, સંજ્ઞા, ગતિ, આગતિ, તેના આત્મપરિણામો તેનાથી થતો કર્મબંધ, ઉદય, ઉદીરણા, તેની જન્મ પરંપરા વગેરે વિષયો પર વિશદ વિશ્લેષણ કર્યું છે. વૈજ્ઞાનિકોએ વનસ્પતિ પર પ્રયોગો કરીને તેમાં પ્રેમ, ક્રોધાદિ ભાવાત્મક પરિણામોની સિદ્ધિ કરી છે. પ્રભુ મહાવીર વનસ્પતિ આદિ પ્રત્યેક જીવમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓઘસંજ્ઞાનું પ્રતિપાદન કરે છે. વૈજ્ઞાનિકોનું ઉપરોક્ત સંશોધન જિનવાણી સાથે સામ્ય ધરાવે છે.
જીવના ૧૪ ભેદ, આત્માના આઠ પ્રકાર (શતક-૧૨/૧૦), જીવોના શરીર, ઈન્દ્રિય, (શતક-૨/૪), ભાષા (૧૩/૭), મન (૧૩/૭), યોગ (૧૩/૭), કષાય, ઉપયોગ, વેશ્યા (૧/૨), ભાવ આદિ જીવ સબંધિત પ્રત્યેક ભાવોના સ્વરૂપ, ભેદ-પ્રભેદ આદિનું નિરૂપણ છે.
વિષયમાં ક્રમબદ્ધતા ન હોવા છતાં પણ જીવને સ્પર્શતા પ્રાયઃ પ્રત્યેક વિષયો પ્રસ્તુત આગમમાં સમાવિષ્ટ છે.
કર્મ-પુનર્જન્મવાદ છ પ્રકારના જીવોમાં ચૈતન્યતત્ત્વના સ્વીકાર સાથે કર્મ અને
38