________________
પંચાસ્તિકાયવાદ : લોકના સ્વરૂપને સમજાવવા માટે પંચાસ્તિકાયનું નિરૂપણ છે. આગમમાં પ્રશ્ન છે કે ‘લોક શું છે ?’ ‘પંચાસ્તિકાય તે લોક છે’. (શતક-૧૩/૪) પાંચ અસ્તિકાય ક્ષેત્રની દૃષ્ટિએ લોકપ્રમાણ છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય તે ત્રણે અમૂર્ત હોવાથી અદૃશ્ય છે. જીવ પણ અમૂર્ત છે. તેમ છતાં શરીરના માધ્યમથી તેની ચૈતન્ય ક્રિયા પ્રગટ થાય છે, તેથી આંશિક રૂપે તે દૃશ્ય છે. પુદ્ગલાસ્તિકાય મૂર્ત હોવાથી દૃશ્ય છે. આ જગતની વિચિત્રતાનું કારણ જીવ અને પુદ્ગલનો સંયોગ છે. ડો. વાલ્ટર શુજિંગના મતે જીવ-અજીવ અને પંચાસ્તિકાયનો સિદ્ધાંત પ્રભુ મહાવીરની સ્વતંત્ર દેન છે. અન્ય દાર્શનિકો ધર્મ-અધર્મ શબ્દોનો પ્રયોગ કરે છે પરંતુ તે શુભાશુભ પ્રવૃત્તિના અર્થમાં ધર્મ-અધર્મનો શબ્દપ્રયોગ કરે છે.
પ્રસ્તુતમાં જીવ અને પુદ્ગલનું જે વિશદ વિશ્લેષણ છે, તે કોઈ પણ પ્રાચીન ધર્મગ્રંથો કે દર્શનગ્રંથોમાં સુલભ નથી.
પંચાસ્તિકાય ઉપરાંત ‘કાલ-દ્રવ્ય’ અને તેમાં સમયથી ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પર્યંતના ભેદ પ્રભેદનું વર્ણન પણ પ્રાપ્ત થાય છે. તેમ જ સુદર્શન શેઠના કાલ વિષયક પ્રશ્નોત્તરમાં કાલના ચાર પ્રકાર કરીને તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
આ રીતે અમૂર્ત-અદૃશ્ય તત્ત્વો, અબુદ્ધિગમ્ય વિષયો પરનું વિશ્લેષણ પણ આ ગ્રંથની વિશિષ્ટતા છે.
પુદ્ગલ ઃ જગતની વિચિત્રતાના મુખ્ય કારણ રૂપ પુદ્ગલ દ્રવ્યનું અત્યંત વિસ્તૃત વિશ્લેષણ આ આગમમાં પ્રાપ્ત થાય છે.
‘પુદ્ગલ’ જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. વૈજ્ઞાનિકો તેને મેટર કહે છે, શતક૮/૧૦માં અભેદોપચારથી પુદ્ગલયુક્ત આત્માને પુદ્ગલી કહ્યો છે, અન્ય સર્વ સ્થાને વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત, ગલન-પૂરણના સ્વભાવયુક્ત દ્રવ્યને જ પુદ્ગલ કહ્યું છે. શતક૨/૧૦માં તેના સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ, તે ચાર પ્રકારનું કથન છે, વૈજ્ઞાનિકો જેને અણુ કહે છે, તેને જિનેશ્વર સ્કંધ કહે છે. જૈન દાર્શનિકો પરમાણુને નિર્દેશ, અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય, અનર્ધ, અમધ્ય અને અપ્રદેશી માને છે. (૫/૭) જે ઈન્દ્રિય ગ્રાહ્ય નથી.
અનેક પરમાણુઓ ભેગા થઈને સ્કંધ બને છે. પરમાણુ અને સ્કંધની સ્થિતિ, તેની
41