________________
૩૯૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
શક્રેન્દ્રની શક્તિ અને સામર્થ્યને સહી શક્યા નહીં, તેથી ત્યાંથી પોતાની જાતના રક્ષણ માટે ભાગ્યા અને પ્રભુના શરણમાં પહોંચી ગયા. પ્રભુના શરણના પ્રભાવે શક્રેન્દ્ર તેને અભયદાન આપ્યું.
* અમરેન્દ્ર શક્રેન્દ્રની અને પ્રભુ મહાવીરની ક્ષમાયાચના કરી ત્યાંથી તે સ્વસ્થાને આવ્યા. [ચમરેન્દ્રના પૂર્વભવ-પૂરણ તાપસ વિષયક વિશેષ માહિતી કથાનકના પ્રારંભમાં આપી છે.' * આ રીતે 'ચમર' ઉદ્દેશકમાં વિશેષતઃ ચમરેન્દ્ર વિષય વર્ણન જ પ્રાપ્ત થાય છે.
* અધો દિશામાં ચમરેન્દ્રની ગતિ વધારે હોય, તેનાથી શક્રેન્દ્રની ગતિ મંદ હોય અને તેનાથી વજની ગતિ મંદ હોય છે. તેથી વજ ચમરેન્દ્રને માર્ગમાં જ પહોંચી ન શક્યું અને શક્રેન્દ્ર વજને પકડી લીધું પરંતુ અમરેન્દ્રને રસ્તામાં શક્રેન્દ્ર પકડી શક્યા નહીં.
જેટલું ક્ષેત્ર નીચે જવામાં ચમરેન્દ્રને એક સમય લાગે તેટલા ક્ષેત્રને જતાં શકેન્દ્રને બે સમય અને વજને ત્રણ સમય લાગે છે. * ઉપર જવામાં શક્રેન્દ્રને જ્યાં એક સમય લાગે, ત્યાં વજને બે સમય અને ચમરેન્દ્રને ત્રણ સમય લાગે છે.
* પોતાની અપેક્ષા તિરછા જવામાં ચમરેન્દ્ર અને શક્રેન્દ્રની મધ્યમ ગતિ હોય છે. ઉપર નીચે જઘન્ય ઉત્કૃષ્ટ ગતિ હોય છે.
જ શક્તિ સામર્થ્ય જોવા માટે કે દેખાડવા માટે અમરેન્દ્ર, શક્રેન્દ્ર પાસે અનંતકાલમાં ક્યારેક જાય છે. પરંતુ ચોરીથી જનારા દેવો ગમે ત્યારે જાય છે. તેની ગણના આશ્ચર્યમાં થતી નથી.