________________
| શતક–૩ઃ ઉદ્દેશક-૨
૩૯૫ |
| શતક-૩ : ઉદ્દેશક-ર) OROR OCR સંક્ષિપ્ત સાર છCROROR
આ ઉદ્દેશકમાં અસુરકુમાર દેવોના સ્થાન, તેમનું ગમન સામર્થ્ય અને પ્રયોજન તેમજ ચમરેન્દ્રનું પ્રથમ દેવલોક ગમન અને તેના પૂર્વભવ પૂરણ તાપસનું વિસ્તૃત જીવન ચરિત્ર અંકિત છે.
* સ્થાન – અસુર દેવો પ્રથમ નરક પૃથ્વીના ૧૦ આંતરામાં રહે છે. રત્નપ્રભા પૃથ્વી ૧,૮0,000 (એક લાખ એંશી હજાર) યોજન જાડી છે. તેના આદિ અને અંતના ૧૦૦૦ યોજનને છોડીને મધ્યના ૧,૭૮,૦૦૦ (એક લાખ અડ્યોતેર હજાર) યોજનમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. તેમાં ઉપરના બે આંતરા ખાલી છે. નીચેના દશ આંતરામાં દશ ભવનપતિઓના આવાસ છે.
* ગમન સામર્થ્ય પ્રયોજન :- અસુરકુમાર જાતિના દેવોનું નીચે સાતમી નરક સુધી જવાનું સામર્થ્ય છે પરંતુ ત્રીજી નરક સુધી જ પૂર્વમિત્ર કે શત્રને ક્રમશઃ સુખ-દુઃખ આપવા નિમિત્તે જાય છે. તેમને તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર પર્યત જવાનું સામર્થ્ય છે પરંતુ તીર્થકરોના કલ્યાણકોની ઉજવણી માટે ત્રણ દિશામાં નંદીશ્વર દ્વીપ સુધી જ જાય છે. એક દક્ષિણ દિશામાં તો તે રહે જ છે તે દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જાય છે. ઉપર બાર દેવલોક પર્યત જવાનું તેઓનું સામર્થ્ય છે. પરંતુ પ્રથમ દેવલોક સુધી જ જાય છે. પ્રથમ દેવલોકના દેવો સાથે તેમને જન્મજાત વૈર હોય છે, તે શક્રેન્દ્રના આત્મ રક્ષક દેવોને ત્રાસ પહોંચાડે છે, તેના રત્નો વગેરે ચોરી જાય છે. તેની દેવીઓને પણ લઈ આવે છે, પોતાના સ્થાને લાવીને દેવીઓની ઈચ્છાથી તેની સાથે પરિચારણા પણ કરે છે તે દેવલોકમાં જ દેવીઓ સાથે પરિચારણા કરી શકતા નથી.
અસુરકુમાર દેવોની ઉપરોક્ત પ્રવૃત્તિથી શક્રેન્દ્ર કુદ્ધ થઈ તેને સજા રૂપે શારીરિક કષ્ટ પહોંચાડે
* અવસર્પિણીકાલનું આશ્વર્ય :- અસુરકુમાર દેવો ઉપદ્રવ માટે સૌધર્મ દેવલોકમાં જાય તે અનંતકાલે થતી એક આશ્ચર્યજનક ઘટના છે, તેઓ જ્યારે જાય છે ત્યારે અરિહંતાદિનો આશ્રય લઈને જાય
* ચમરેન્દ્ર અહંકારને વશ થઈ, પોતાની શક્તિનો વિચાર કર્યા વિના, શક્રેન્દ્રના સામર્થ્યને સમજ્યા વિના પ્રભુ મહાવીરનો આશ્રય લઈને સૌધર્મ દેવલોકમાં ગયા, ત્યાં જઈને અશિષ્ટ વ્યવહાર કર્યો પરંતુ