________________
[ ૩૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગૌતમ સ્વામીએ અનેક પ્રશ્નો પૂછીને સનસ્કુમારેન્દ્રની યોગ્યતાનો નિર્ણય કર્યો છે.
સનકુમારેન્દ્ર ચતુર્વિધ સંઘના સુખકામી, હિતકામી અને કલ્યાણકામી છે. તેના પ્રશસ્ત પરિણામો તેની સર્વ પદની પ્રશસ્તતાને પ્રગટ કરે છે. તે ભવ્ય, સમ્યગુદષ્ટિ, પરિત્તસંસારી, સુલભબોધિ, આરાધક અને ચરમ છે. તેનું ભાવિ – સાત સાગરોપમની દેવની સ્થિતિ પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી, સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે. પ્રથમ ઉદ્દેશકના કેટલાક વિષયોનો સંગ્રહ :४९ छट्ठट्ठममासो अद्धमासो, वासाइं अट्ठ छम्मासा ।
तीसग-कुरुदत्ताणं, तव भत्तपरिण्णा परियाओ ॥ उच्चत्त विमाणाणं, पाउब्भव पेच्छणा य संलावे ।
किच्च विवादुप्पत्ती, सणंकुमारे य भवियत्तं ॥ मोया सम्मत्ता ॥ ભાવાર્થ :- તિષ્યક નામના શ્રમણને છઠ-છઠનું તપ અને એક માસનું અનશન હતું. કુરુદત્તપુત્ર શ્રમણને અટ્ટમ-અટ્ટમનું તપ અને અર્ધ્વમાસ-પંદર દિવસનું અનશન હતું.
તિષ્યક શ્રમણની દીક્ષા પર્યાય આઠ વર્ષની અને કુરુદત્તપુત્રની દીક્ષા પર્યાય છ માસની હતી. પ્રસ્તુત ઉદ્દેશકમાં ઉપરોક્ત વિષય છે. તે સિવાય અન્ય વિષય પણ છે. તે આ પ્રમાણે છે– વિમાનોની ઊંચાઈ, એક ઈન્દ્રનું અન્ય ઈન્દ્રની પાસે જવું, તેને જોવું, પરસ્પર વાતચીત કરવી, તેનું કાર્ય, વિવાદની ઉત્પત્તિ, તેનું સમાધાન, સનસ્કુમારનું ભવ્ય સિદ્ધિકપણું ઈત્યાદિ વિષયોનું વર્ણન આ ઉદ્દેશકમાં કર્યું છે. આ રીતે મોકા નગરીમાં થયેલા પ્રશ્નો પૂર્ણ થયા. વિવેચન :
આ બે ગાથા દ્વારા ઉદ્દેશકના પાછળના કેટલાક વિષયોનો સંગ્રહ કર્યો છે. જોયા :- આ ઉદ્દેશકનું નામ વિદુર્વણા છે, છતાં તેનું વૈકલ્પિક બીજું નામ મોકા પણ છે. વિક્રવર્ણા સંબંધી પ્રશ્નોત્તરોનું નિરૂપણ મોકાનગરીમાં થયું હોવાથી અહીં ગાથા પછી આ ઉદ્દેશકની કે વિષયની સમાપ્તિ માટે નોવા સત્તા શબ્દનો પ્રયોગ થયો છે.
| શતક ૩/૧ સંપૂર્ણ છે