________________
શતક-૩: ઉદ્દેશક-૧
_.
૩૯૩ |
સમ્યગુદષ્ટિ છે, મિથ્યાષ્ટિ નથી; પરિત્ત સંસારી છે, અનંતસંસારી નથી; સુલભબોધિ છે, દુલર્ભબોધિ નથી; આરાધક છે, વિરાધક નથી; ચરમ છે, અચરમ નથી અર્થાત્ તેના સંબંધમાં સર્વ પ્રશસ્ત પદનું ગ્રહણ કરવું જોઈએ. |४६ से केणद्वेणं भंते ! एवं ?
गोयमा ! सणंकुमारे देविंदे देवराया बहूणं समणाणं, बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं हियकामए सुहकामए पत्थकामए आणुकंपिए णिस्सेयसिएहिय-सुह-णिस्सेयसकामए से तेणटेणं गोयमा ! सणंकुमारे णं भवसिद्धिए जाव णो अचरिमे ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર-હે ગૌતમ!દેવેન્દ્રદેવરાજ સનસ્કુમાર; સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓના હિતકામી; સુખકામી, પથ્યકામી, અનુકંપક, નિઃશ્રેયસ-કલ્યાણકામી છે; હિત, સુખ અને નિઃશ્રેયસના કામી છે. હે ગૌતમ ! તેથી દેવેન્દ્ર દેવરાજ સનસ્કુમાર ભવસિદ્ધિક આદિ છે તેમજ ચરમ છે પરંતુ અચરમ નથી. સનકુમારેન્દ્રની સ્થિતિ અને ગતિ :|४७ सणकुमारस्स णं भंते ! देविंदस्स देवरण्णो केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! सत्त सागरोवमाणि ठिई पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ સનસ્કુમારની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! સનસ્કુમારેન્દ્રની સ્થિતિ સાત સાગરોપમની છે. |४८ से णं भंते ! ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं उववज्जिहिइ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं करेहिइ ॥ सेवं भंते ! सेवं મતે ! .. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે સનસ્કુમારેન્દ્ર તે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે તેમજ સર્વ દુઃખોનો અંત કરશે.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.