________________
શ્રી ભગવતી સૂત્ર–૧
देविंदाणं देवराईणं अंतियं पाउब्भवइ, जं से वयइ तस्स आणा उववाय वयण णिसे चिट्ठति ।
૩૯૨
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે બંને ઈન્દ્રો વચ્ચે વિવાદ થાય, ત્યારે તેઓ શું કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યારે શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર, તે બંનેની વચ્ચે વિવાદ થાય, ત્યારે તે બંને દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારનું મનમાં સ્મરણ કરે છે, તેના સ્મરણ માત્રથી જ સનત્કુમારેન્દ્ર તેની પાસે આવે છે, તે આવીને જે કહે, તેને બંને ઈન્દ્રો માન્ય કરે છે. તે બંને ઈન્દ્રો તેની આજ્ઞા, સેવા, આદેશ અને નિર્દેશમાં રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બંને ઈન્દ્રોના પરસ્પરના વ્યવહારને સૂચિત કર્યો છે.
બંને ઈન્દ્રનો પરસ્પરનો વ્યવહાર નાના—મોટા મિત્રની સમાન કે પાડોશીની સમાન હોય છે, શક્રેન્દ્ર નાના છે; ઈશાનેન્દ્ર સ્થિતિ, શક્તિ, ઋદ્ધિ આદિ દરેક અપેક્ષાએ કંઈક મોટા છે. તેથી શક્રેન્દ્ર, ઈશાનેન્દ્રની યથોચિત માન–મર્યાદા સાચવે છે અને ઈશાનેન્દ્ર પણ મિત્રવત્ જ વ્યવહાર કરે છે, તેમ છતાં ક્યારેક અનાદર કરતાં પણ જઈ શકે છે, બોલી શકે છે. તેઓ બંને પરસ્પર એક બીજાની પાસે જઈ શકે છે, વાતચીત કરી શકે છે, એકબીજાને જોઈ શકે છે. બંને ઈન્દ્ર હોવા છતાં કર્માધીન છે, રાગ દ્વેષથી યુક્ત છે તેથી પરસ્પરમાં વિવાદ પણ થઈ શકે છે. જ્યારે વિવાદ થાય ત્યારે તે બંને ઈન્દ્રો ત્રીજા દેવલોકના ઈન્દ્ર સનત્કુમારેંદ્રનું મનથી સ્મરણ કરે છે. તુરંત સનત્કુમારેન્દ્ર આવીને તેનું સમાધાન કરે છે. તેનો નિર્ણય બંને ઈન્દ્રો સ્વીકારે છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે દેવલોકના દેવોનો વ્યવહાર પણ આપણી સમાન જ છે. સનત્કૃમારેન્દ્રની યોગ્યતા
:
४५ सणकुमारे णं भंते ! देविंदे देवराया किं भवसिद्धिए ? अभवसिद्धिए ? સમ્મવિદ્દી ? મિટ્ટિી ? પત્તિસંસાર ? મળતસંસારણ્ ? પુત્તમનોહિણ્ ? ગુત્તમનોહિણ ? આાહક્ ? વિાહણ ? શ્મે ? અશ્મિ ?
गोयमा ! सणंकुमारे णं देविंदे देवराया भवसिद्धिए, णो अभवसिद्धिए । વં સમ્મલિક, ત્તસંભારણ, સુલમનોહિ, આરાહ", પશ્મિ, પસત્યં શેયન્ન ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે? પરિત્ત સંસારી છે કે અનંત સંસારી છે ? સુલભ બોધિ છે કે દુર્લભબોધિ છે ? આરાધક છે કે વિરાધક છે ? ચરમ છે કે અચરમ છે ?
ઉત્તર– હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી; આ રીતે તે