________________
| શતક–૩ઃ ઉદ્દેશક-૧
૩૮૯
णिण्णयरा चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે હથેળીનો એક ભાગ ઊંચો અને ઉન્નત હોય છે અને એક ભાગ કંઈક નીચો અને નિમ્ન હોય છે, તે જ રીતે શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના વિમાનોના વિષયમાં જાણવું જોઈએ. હે ગૌતમ ! તેથી પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના વિમાનની તરતમતા દષ્ટાંતના માધ્યમથી સમજાવી છે.
શક્રેન્દ્ર કરતાં ઈશાનેન્દ્રની ઋદ્ધિ, શક્તિ, સ્થિતિ વગેરે કંઈક અધિક છે, તે જ રીતે તેના વિમાનની ઊંચાઈ અને ઉન્નતતા પણ શક્રેન્દ્રના વિમાનથી કંઈક અધિક છે. હથેળીનો કેટલોક ભાગ ઊંચો અને કેટલો ભાગ નીચો હોય છે, તેમ વિમાનોમાં કંઈક તરતમતા છે.
જો કે સિદ્ધાંતમાં બંને દેવલોકના વિમાનની ઊંચાઈ ૫00 યોજનની જ કહી છે. આ કથન સામાન્યતા છે. ઈશાનેન્દ્રના વિમાન ચાર-છ અંગુલ ઊંચા હોય છે તે કથન વિશેષની અપેક્ષાએ છે તેથી તેમાં કોઈ વિરોધ નથી. ઊંચાઈ–ઉન્નત :- પ્રમાણની અપેક્ષાએ ઊંચાઈ અને ગુણની અપેક્ષાએ ઉન્નત કહેવાય છે અથવા પ્રાસાદની અપેક્ષાએ ઊંચાઈ અને તેના પીઠ–પૃથ્વીતલની અપેક્ષાએ ઉન્નત છે. બંને ઈન્દ્રોનો શિષ્ટાચાર :| ३५ पभू णं भंते ! सक्के देविंदे देवराया ईसाणस्स देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवित्तए ? हता पभू । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર, દેવેન્દ્ર દેવરાજ ઈશાન પાસે જવામાં સમર્થ છે?
ઉત્તર- હા, ગૌતમ! શક્રેન્દ્ર, ઈશાનેન્દ્રની પાસે જવામાં સમર્થ છે. | ३६ से णं भंते! किं आढायमाणे पभू अणाढायमाणे पभू ? गोयमा ! आढायमाणे पभू, णो अणाढायमाणे पभू । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્યારે શક્રેન્દ્ર, ઈશાનેન્દ્રની પાસે જાય, ત્યારે તે તેનો આદર કરતાં જાય છે, કે અનાદર કરતાં જાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યારે શક્રેન્દ્ર, ઈશાનેન્દ્રની પાસે જાય, ત્યારે તેનો આદર કરતાં જાય છે પરંતુ અનાદર કરતાં જતાં નથી.