________________
[ ૩૮૮ ]
_શ્રી ભગવતી સૂત્ર-૧
जाव कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાન, તે દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિને પૂર્ણ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઈશાનેન્દ્રનું ઉજ્જવળ ભવિષ્ય પ્રગટ કર્યું છે. તામલી તાપસના ભવમાં તેમિથ્યાત્વી હતા. અજ્ઞાન તપની આરાધના કરી શુભકર્મોપાર્જનના ફળ સ્વરૂપ તેને ઈન્દ્ર પદની પ્રાપ્તિ થઈ. તત્પશ્ચાતુ તેને સમ્ય દર્શન પ્રાપ્ત થયું. તેથી મિથ્યાજ્ઞાન સમ્યગુજ્ઞાનરૂપે પરિણત થઈ ગયું. તેથી તે દેવલોકમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે.
શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના વિમાનોની ઊંચાઈ :| ३३ सक्कस्स णं भंते ! देविंदस्स देवरण्णो विमाणेहिंतो ईसाणस्स देविंदस्स देवरण्णो विमाणा ईसिं उच्चयरा चेव, ईसिं उण्णयतरा चेव ? ईसाणस्स वा देविंदस्स देवरण्णो विमाणेहिंतो सक्कस्स देविंदस्स देवरण्णो विमाणा ईसिं णीययरा चेव, ईसिं णिण्णयरा चेव ?
हंता गोयमा ! सक्कस्स तं चेव सव्वं णेयव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું દેવેન્દ્ર દેવરાજ શક્રના વિમાનોથી, દેવેન્દ્ર દેવરાજ ઈશાનના વિમાન કંઈક ઊંચા છે? કંઈક ઉન્નત છે? શું દેવેન્દ્ર દેવરાજ ઈશાનના વિમાનોથી દેવેન્દ્ર દેવરાજ શક્રના વિમાન કંઈક નીચા છે? કંઈક નિમ્ન છે?
ઉત્તર- હા, ગૌતમ! એ જ પ્રમાણે છે. અહીં ઉપરનો સંપૂર્ણ સુત્રપાઠ [ઉત્તરરૂપે] કહેવો અર્થાત્ શક્રેન્દ્રના વિમાનોથી ઈશાનેન્દ્રના વિમાન કંઈક ઊંચા છે, કંઈક ઉન્નત છે અને ઈશાનેન્દ્રના વિમાનોથી શકેન્દ્રના વિમાન કંઈક નીચા અને કંઈક નિમ્ન છે.
३४ से केणटेणं भंते ! एवं ?
गोयमा ! से जहाणामए करयले सिया देसे उच्चे देसे उण्णए, देसेणीए देसे णिण्णे; से तेणद्वेणं गोयमा ! सक्कस्स देविंदस्स देवरण्णो जाव ईसिं