________________
[ ૩૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧ |
| ३७ पभू णं भंते ! ईसाणे देविंदे देवराया सक्कस्स देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवित्तए ? हंता पभू । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન! દેવેન્દ્ર દેવરાજ ઈશાન, દેવેન્દ્ર દેવરાજ શક્ર પાસે જવામાં સમર્થ છે?
ઉત્તર- હા ગૌતમ! ઈશાનેન્દ્ર, શક્રેન્દ્ર પાસે જવામાં સમર્થ છે. | ३८ से णं भंते! किं आढायमाणे पभू अणाढायमाणे पभू ? गोयमा ! आढायमाणे वि पभू, अणाढायमाणे वि पभू । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે ઈશાનેન્દ્ર, શક્રેન્દ્રની પાસે જાય, ત્યારે તે તેનો આદર કરતાં જાય છે કે અનાદર કરતાં જાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યારે ઈશાનેન્દ્ર, શક્રેન્દ્રની પાસે જાય, ત્યારે તે આદર કરતાં પણ જઈ શકે છે અને અનાદર કરતાં પણ જઈ શકે છે. |३९ पभू णं भंते ! सक्के देविंदे देवराया, ईसाणं देविंदं देवरायं सपक्खिं, सपडिदिसिं समभिलोइत्तए ?
जहा पाउब्भवणा तहा दो वि आलावगा णेयव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર, દેવેન્દ્ર દેવરાજ ઈશાનની બરાબર સામે એકીટસે જોવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ! જેમ પાસે જવાના સંબંધમાં બે આલાપક કહ્યા, તેમ જોવાના સંબંધમાં પણ બે આલાપક કહેવા જોઈએ. ४० पभू णं भंते ! सक्के देविंदे देवराया, ईसाणेणं देविदेणं देवरण्णा सद्धिं आलावं वा संलावं वा करेत्तए ? हंता गोयमा ! पभू जहा पाउब्भवो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર, દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સાથે આલાપસંલાપ (વાતચીત) કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ! તે આલાપ–સંલાપ કરવામાં સમર્થ છે. જેમ પાસે જવાના બે આલાપક કહ્યા, તેમ આલાપ-સંલાપના વિષયમાં પણ બે આલાપક કહેવા જોઈએ. ४१ अत्थि णं भंते ! तेसिं सक्कीसाणाणं देविंदाणं देवराईणं किच्चाई करणिज्जाइं समुप्पज्जति ? हंता अस्थि ।