________________
શતક—૩ : ઉદ્દેશક–૧
૩૮૫
जाव मिसिमिसेमाणे तत्थेव सयणिज्जवरगए तिवलियं भिउडिं णिडाले साहट्टु बलिचंचारायहाणिं अहे सपक्खि सपडिदिसिं समभिलोएइ । तरणं सा बलिचंचा यहाणी ईसाणेणं देविदेणं देवरण्णा अहे सपक्खि सपडिदिसिं समभिलोइआ समाणी तेणं दिव्वप भावेणं इंगालब्भूया मुम्मुरब्भूया छारियब्भूया तत्तकवेलगब्भूया तत्ता समजोइब्भूया जाया या वि होत्था ।
શબ્દાર્થ :- સયભિખ્ખવાર્ = શય્યામાં રહેલા, તિવલિય મિäિ નિકાલે સાહટ્ટુ= લલાટ પર ત્રણ કરચલી પડે તે રીતે ભ્રકુટી ચઢાવીને, તમૂયા = અંગારભૂત-અંગાર સમાન, મુમુ મૂયા = અગ્નિના કણ સમાન, છારિયમૂયા-રાખ સમાન, તત્તવેલ ભૂયા = તપ્તકવેલુ સમાન, તપાવેલા નળિયા સમાન, તપેલી રેતી સમાન, તત્તાલમનોભૂયા = તપેલી જ્યોતિ સમાન.
ભાવાર્થ :- ત્યાર પછી ઈશાન દેવલોકમાં રહેનારા અનેક વૈમાનિક દેવ અને દેવીઓએ આ પ્રકારે જોયું કે બલિચચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવ અને દેવીઓ તામલી બાલતપસ્વીના મૃતદેહની હીલના, નિંદા, ખિંસના આદિ કરે છે અને તેના મૃતદેહને પોતાની ઈચ્છાનુસાર ઘસડી રહ્યા છે.
આ રીતે જોઈને તે દેવ અને દેવીઓ અત્યંત ક્રોધિત થયા. ક્રોધથી દાંત કચકચાવતા તેઓએ દેવેન્દ્ર દેવરાજ ઈશાનની પાસે જઈને, બંને હાથના દશે નખ ભેગા કરીને, (હાથ જોડી) મસ્તક પર અંજલિ કરીને, ઈન્દ્રને જય–વિજય શબ્દોથી વધાવ્યા, પછી આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક દેવ અને દેવીઓ આપ દેવાનુપ્રિયને કાલધર્મ પામેલા અને ઈશાન કલ્પમાં ઈન્દ્રરૂપે ઉત્પન્ન થયેલા જાણીને, અત્યંત કોપિત બનીને, આપના મૃતદેહને પોતાની ઈચ્છાનુસાર આમ તેમ ઘસડીને, એકાંતમાં ફેંકીને, તેઓ જે દિશામાંથી આવ્યા તે દિશામાં પાછા ગયા છે. જ્યારે દેવેન્દ્ર ઈશાને ઈશાન કલ્પવાસી અનેક વૈમાનિક દેવ–દેવીઓ પાસેથી આ વૃતાંત સાંભળ્યો ત્યારે તે પણ અત્યંત કોપિત થયા અને ક્રોધથી દાંત કચકચાવતા, દેવશય્યામાં રહેલા, તે ઈશાનેન્દ્ર લલાટમાં ત્રણ સળ–કરચલી કરીને, ભ્રુકુટી ચઢાવીને, બલિચંચા રાજધાની તરફ એકીટસે જોવા લાગ્યા. આ રીતે ક્રોધ પૂર્વક દષ્ટિપાત કરવાથી, તેના દિવ્ય પ્રભાવથી બલિચંચા રાજધાની અંગાર, અગ્નિના કણ, રાખ અને તપાવેલા નળિયા સમાન અત્યંત તપ્ત થઈ ગઈ અર્થાત્ સાક્ષાત્ અગ્નિની રાશિ સમાન બળવા લાગી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઈશાનેન્દ્રનો કોપ અને તેની દિવ્ય તેજો લબ્ધિનું દર્શન થાય છે. અસુરકુમાર દેવ–દેવીઓ દ્વારા પોતાના મૃતદેહની અવહેલના થતી જાણીને ઈશાનેન્દ્ર અત્યંત ક્રોધિત થયા, પોતાનું અપમાન કરનાર અસુરકુમાર દેવ–દેવીઓ પર તેમણે દિવ્ય તેજોલબ્ધિનો પ્રયોગ કર્યો, તેથી તરત જ બલિચચા નગરી બળવા લાગી અને દેવ–દેવીઓ ત્રસ્ત થયા.
તેજોલબ્ધિ ઃ– સર્વ દેવો પાસે આ પ્રકારની એક લબ્ધિ હોય છે. જેના પ્રયોગથી સ્વસ્થાને રહીને જ