________________
[ ૩૮૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
રાજધાનીની મધ્યમાંથી નીકળી, ત્વરિતાદિ ઉત્કૃષ્ટ દેવગતિ દ્વારા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની તામ્રલિપ્તી નગરીની બહાર જ્યાં તામલી બાલતપસ્વીનો મૃતદેહ હતો, ત્યાં આવ્યા, આવીને તામલી બોલતપસ્વીના મૃતદેહના ડાબા પગને દોરીથી બાંધ્યો, તેના મુખ પર ત્રણવાર થંક્યા, તામ્રલિપ્તી નગરીના સિંઘાડાના આકારના ત્રણ માર્ગોમાં, ચાર માર્ગોમાં, ચોકમાં અને મહામાર્ગોમાં અર્થાત્ તામ્રલિપ્તી નગરીના સર્વ માર્ગો પર તેના મૃતદેહને ઢસડવા લાગ્યા અને મહાધ્વનિથી ઉદ્ઘોષણા કરવા લાગ્યા કે, "સ્વયમેવ તપસ્વીનો વેષ પરિધાન કરીને પ્રાણામા પ્રવ્રજ્યા અંગીકાર કરનાર આ તામલી બાલ તપસ્વી અમારી સામે શું વિસાતમાં છે? તથા ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થયેલા દેવેન્દ્ર દેવરાજ ઈશાન પણ અમારી સામે શું વિસાતમાં છે?" આ રીતે બોલતાં–બોલતાં તે તામલી બાલ તપસ્વીના મૃત શરીરની હીલના, નિંદા, ખ્રિસના, ગહ, અપમાન, તર્જના, તાડના, કદર્થના અને ભર્જના કરવા લાગ્યા અને પોતાની ઈચ્છાનુસાર મૃતદેહને ખુબ ઢસડી એકાંતમાં ફેંકી દીધો અને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બલિચંચા નિવાસી અસુરકુમાર દેવ-દેવીઓના કોપ અને તેની પ્રતિક્રિયાનું દર્શન
છે.
પોતાની ઈચ્છાનુસાર કાર્ય ન થતાં કોઈ પણ ગતિમાં રહેલા જીવો કુદ્ધ થાય છે. પોતાની શક્તિનો કે પરિણામનો વિચાર કર્યા વિના ક્રોધાવેશમાં તે ગમે તેવી પ્રવૃત્તિ કરે છે તેવી રીતે દેવ-દેવીઓએ પણ મૃતદેહની વિડંબના દ્વારા પોતાનો કોપ પ્રગટ કર્યો છે.
ઈશાનેન્દ્રનો કોપ :२९ तएणं ते ईसाणकप्पवासी बहवे वेमाणिया देवा य देवीओ य बलिचंचारायहाणिवत्थव्वएहिं बहहिं असुरकुमारेहिं देवेहिं देवीहि य तामलिस्स बाल तवस्सिस्स सरीरयं हीलिज्जमाणं, णिदिज्जमाणं जाव आकड्ड-विकड्डेि कीरमाणं पासंति, पासित्ता आसुरत्ता जाव मिसिमिसेमाणा जेणेव ईसाणे देविंदे देवराया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु जएणं, विजएणं वद्धाति, वद्धावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! बलिचंचा-रायहाणिवत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओ य देवाणुप्पिए कालगए जाणित्ता, ईसाणे कप्पे इदत्ताए उववण्णे पासित्ता, आसुरत्ता जाव एगते एडेति, जामेव दिसि पाउब्भूया तामेव दिसि पडिगया ।
तएणं से ईसाणे देविंदे देवराया तेसिं ईसाणकप्पवासीणं बहूणं वेमाणियाणं देवाण य देवीण य अंतिए एयमढे सोच्चा णिसम्म आसुरत्ते