________________
૩૮૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ભાવાર્થ :- જ્યારે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવ અને દેવીઓએ તે તામલી બાલ તપસ્વીને પૂર્વોક્ત પ્રકારે કહ્યું, ત્યારે તેણે તેના કથનનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો પરંતુ મૌન રહ્યા. ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવ અને દેવીઓએ તે તામલી બાલ તપસ્વીને પુનઃ ત્રણ વાર પ્રદક્ષિણા કરીને બીજી વાર, ત્રીજી વાર આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! અમારી બલિચંચા રાજધાની ઈન્દ્ર રહિત છે, આપ અમારા સ્વામી બનવાનો સંકલ્પ કરો ઈત્યાદિ, તામલી બાલ તપસ્વીએ તેમની વાતનો કાંઈ પણ ઉત્તર ન આપ્યો અને મૌન રહ્યા. ત્યાર પછી જ્યારે તામલી બાલ તપસ્વી દ્વારા તે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક દેવ-દેવીઓનો અનાદર થયો અને તેમનું કથન અમાન્ય થયું, ત્યારે તે દેવ અને દેવીઓ જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
તામલી તાપસની ઈશાનેન્દ્ર તરીકે ઉત્પત્તિ :| २७ तेणं कालेणं तेणं समएणं ईसाणे कप्पे अणिंदे अपुरोहिए या वि होत्था । तए णं से तामली बालतवस्सी बहुपडिपुण्णाई सहिँ वाससहस्साई परियागं पाउणित्ता, दोमासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सवीसं भत्तसयं अणसणाए छेदित्ता, कालमासे कालं किच्चा ईसाणे कप्पे ईसाणवडिसए विमाणे उववायसभाए देवसयणिज्जसि देवदूसंतरिए अंगुलस्स असंखेज्जइभागमेत्तीए
ओगाहणाए ईसाण देविंदविरहकाल समयसि ईसाणे देविंदत्ताए उववण्णे । तए णं से ईसाणे देविंदे देवराया अहुणोववण्णे पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावं गच्छइ, त जहा- आहारपज्जत्तीए जाव भासा-मणपज्जत्तीए । ભાવાર્થ – તે કાલે, તે સમયે ઈશાન નામક બીજો દેવલોક ઈન્દ્ર અને પુરોહિત રહિત હતો. તે તામલી બાલતપસ્વી પરિપૂર્ણ ૬૦,000 વર્ષની તાપસ પર્યાયનું પાલન કરીને, બે માસની સંલેખનાથી આત્માને શુદ્ધ કરીને, ૧૨૦ ભક્ત અનશનનું છેદન કરીને, કાળનો અવસર આવતાં કાલધર્મ પામીને, ઈશાન દેવલોકના ઈશાનાવતંસક વિમાનની ઉપપાત સભાની દિવ્ય વસ્ત્રથી ઢાંકેલી દેવશય્યામાં અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાથી, ઈશાન દેવલોકના ઈન્દ્રના વિરહકાલ અનુપસ્થિતિમાં ઈશાનેન્દ્ર રૂપે ઉત્પન્ન થયા. તત્કાલ ઉત્પન્ન થયેલા તે દેવેન્દ્ર દેવરાજ ઈશાન આહાર પર્યાપ્તિથી ભાષામનઃ પર્યાપ્તિ સુધીની પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત થયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કામલી તાપસની સુદીર્ઘ તાપસ પર્યાય, તેમ જ દીર્ઘ અનશનકાલનો નિર્દેશ કરીને તેના ફલસ્વરૂપે ઈશાનેન્દ્ર તરીકેની ઉત્પત્તિનું કથન કર્યું છે. બાલતપ દેવાય બંધનું કારણ હોવાથી સુદીર્ઘ તપના કારણે તામલી તાપસની દેવલોકમાં ઈન્દ્ર તરીકે ઉત્પત્તિ થઈ પરંતુ મુક્તિની આરાધના ન