________________
શતક-૩: ઉદ્દેશક-૧
_.
૩૮૧ |
શબ્દાર્થ :- આહીદ = આદર કરો, અ૬ વષદ = અર્થને બાંધો અર્થાત્ દૃઢ નિશ્ચય કરો, ળિયામાં પરેદ્ર = નિદાન કરો, હિપપ્પ રદ = સ્થિતિનો સંકલ્પ કરો, દઢ નિર્ણય કરો, ભાવાર્થ :- હે દેવાનુપ્રિય ! અમે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવ-દેવીઓ આપને વંદન-નમસ્કાર કરીએ છીએ, આપની પર્યાપાસના કરીએ છીએ, હે દેવાનુપ્રિય ! અમારી બલિચંચા રાજધાની ઈન્દ્ર અને પુરોહિતથી રહિત છે, હે દેવાનુપ્રિય! અમે સહુ ઈન્દ્રાધીન અને ઈન્દ્રાધિષ્ઠિત છીએ. અમારા સર્વ કાર્ય ઈન્દ્રાધીન જ થાય છે, હે દેવાનુપ્રિય ! તેથી આપ બલિચંચા રાજધાનીનો આદર કરો, તેનું સ્વામીપણું સ્વીકારો, મનમાં તેનું જ સ્મરણ કરો, તેના માટે નિશ્ચય કરો, નિયાણુ–સંકલ્પ કરો; બલિચંચા રાજધાનીના સ્વામી બનવાનો દઢ નિર્ણય કરો. હે દેવાનુપ્રિય ! જો આપ અમારા કથનાનુસાર કરશો, તો અહીંથી કાલના સમયે કાલધર્મને પ્રાપ્ત કરીને આપ બલિચંચા રાજધાનીમાં ઉત્પન્ન થશો અને
ત્યાં ઉત્પન્ન થઈને અમારા ઈન્દ્ર બનશો તથા અમારી સાથે દિવ્ય ભોગ ભોગવતા આનંદનો અનુભવ કરશો.
વિવેચન :
પ્રસ્તુત બે સુત્રમાં અસુરકુમાર દેવ-દેવીઓ દ્વારા તાલી બાલ તપસ્વીને ચમરચંચા રાજધાનીના ઈન્દ્ર બનવા માટે નિવેદન કરવાનું વર્ણન છે.
તામલી તાપસ સંલેખનાની આરાધના કરી રહ્યા હતા. તે સમયે ઉત્તર દિશાના અસુરકુમાર દેવોની બલિચંચા રાજધાની ઈન્દ્ર રહિત હતી. તેથી તે દેવ-દેવીઓએ તામલી તાપસને આકર્ષીને ઈન્દ્રપદની પ્રાપ્તિ માટે સંકલ્પ કરવાનું નિવેદન કર્યું.
તામલી તાપસ દ્વારા નિવેદનનો અસ્વીકાર :२६ तएणं से तामली बालतवस्सी तेहिं बलिचंचारायहाणिवत्थव्वेहिं बहूहिं असुरकुमारेहिं देवेहिं, देवीहि य एवं वुत्ते समाणे एयमटुं णो आढाइ, णो परियाणेइ, तुसिणीए संचिट्ठइ ।
तएणं ते बलिचंचारायहाणिवत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओ तामलिं मोरियपुत्तं दोच्चं पि तच्चपि तिक्खुत्तो आयाहिणपयाहिणं करेंति जाव अम्हं च णं देवाणुप्पिया ! बलीचंचारायहाणी अजिंदा जावठिइपकप्पं पकरेह जाव दोच्चं पि तच्च पि एवं वुत्ते समाणे जाव तुसिणीए संचिट्ठइ, तए णं से बलिचंचा रायहाणिवत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओ य तामलिणा बालतवस्सिणा अणाढाइज्जमाणा अपरियाणिज्जमाणा जामेव दिसिं पाउब्भूया तामेव दिसि पडिगया।