________________
૩૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
ઉત્કર્ષવતી, તુરિયા = ત્વરાયુક્ત, રવતા = શારીરિક ચપળતાથી યુક્ત, વંડા = રોદ્ર સ્વરૂપ, ગફળી = અન્યની ગતિને જીતનારી, એય = ઉપાયપૂર્વકની પ્રવૃત્તિ હોવાથી નિપુણ, સીe = સિંહની ગતિની સમાન અનાયાસ થનારી, સિઘા = શીધ્ર ગામિની, બ્રિા = દિવ્ય-દેવોની, ધ્રુવ = ગમન સમયે વસ્ત્રાદિને ઉડાડનારી અથવા ઉદ્ધત-સંદર્પ–અભિમાન સહિતની ગતિ, ૩વસે = દેખાડ્યા.
ભાવાર્થ :- તે કાલે, તે સમયે બલિચંચા [ઉત્તર દિશાના અસુરેન્દ્ર અસુરરાજ બલિની રાજધાની] ઈન્દ્ર અને પુરોહિત રહિત હતી. ત્યારે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવ-દેવીઓએ તે તામલી બાલ તપસ્વીને અવધિજ્ઞાન દ્વારા જોયા, જોઈને તેઓએ પરસ્પર એક બીજાને આમંત્રિત કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ સમયે બલિચંચા રાજધાની ઈન્દ્ર અને પુરોહિતથી રહિત છે. હે દેવાનુપ્રિયો ! આપણે સહુ ઈન્દ્રાધીન અને ઈન્દ્રાધિષ્ઠિત છીએ અર્થાત્ ઈન્દ્રની અધીનતામાં રહેનારા છીએ. આપણા સર્વ કાર્ય ઈન્દ્રની અધીનતામાં જ થાય છે. "હે દેવાનુપ્રિયો ! આ તામલી બાલ તપસ્વી તાપ્રલિપ્તી નગરીની બહાર ઈશાનકોણમાં નિવનિક મંડલની મર્યાદા કરીને સંલેખના દ્વારા પોતાના આત્માને સંયુક્ત કરીને, આહાર પાણીનો ત્યાગ કરીને, પાદપોપગમન સંથારો ગ્રહણ કરીને સ્થિત છે. આપણા માટે તે શ્રેયસ્કર છે કે આપણી આ બલિચંચા રાજધાનીમાં ઈન્દ્રરૂપે ઉત્પન્ન થવા માટે આ તામલી બાલ તપસ્વીને સંકલ્પ કરાવીએ." આ પ્રકારનો વિચાર કરીને, પરસ્પર એક બીજાની વાતને માન્ય કરીને, તે સર્વ અસુરકુમાર દેવો અને દેવીઓ બલિચંચા રાજધાનીની મધ્યમાંથી નીકળીને, રુચકેન્દ્ર ઉત્પાત પર્વત પર આવ્યા. ત્યાં આવીને, વૈક્રિય સમુદ્યાત દ્વારા સમવહત થઈ, ઉત્તર વૈક્રિય શરીર બનાવવાની પ્રક્રિયા કરી, ઉત્તર વૈક્રિય રૂ૫ બનાવીને; ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, જયવતી, નિપુણ, શ્રમરહિત, સિંહ સદશ, શીધ્ર, ઉદ્ધત અને દિવ્ય ગતિ દ્વારા તિરછા અસંખ્ય દ્વીપ-સમુદ્રોની મધ્યમાં થઈ, આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની તામ્રલિપ્તી નગરીની બહાર જ્યાં મૌર્યપત્ર તામલી બાલ તપસ્વી હતા, ત્યાં આવ્યાં. ત્યાં આવીને ઉપર આકાશમાં તામલી બાલ તપસ્વીની બરાબર સામે ઊભા રહ્યા. ઊભા રહીને, દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવ પ્રભાવ અને બત્રીસ પ્રકારના દિવ્ય નાટક બતાવ્યા. પછી તામલી બાલ તપસ્વીને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું.
| २५ एवं खलु देवाणुप्पिया ! अम्हे बलिचंचारायहाणीवत्थव्वया बहवे असुरकुमारा देवा य, देवीओ य देवाणुप्पियं वंदामो, णमंसामो जाव पज्जुवासामो । अम्हाणं देवाणुप्पिया ! बलिचंचा रायहाणी अणिंदा अपुरोहिया अम्हे वि य णं देवाणुप्पिया ! इदाहीणा इदाहिट्ठिया इदाहीणकज्जा तं तुब्भे ण देवाणुप्पिया ! बलिचंचारायहाणिं आढाह, परियाणह, सुमरह, अटुं बंधह, णियाणं पकरेह, ठिइपकप्पं पकरेह । तए णं तुब्भे कालमासे कालं किच्चा बलिचंचारायहाणीए उववज्जिस्सह, तएणं तुब्भे अम्हं इंदा भविस्सह, तएणं तुब्भे अम्हेहिं सद्धिं दिव्वाई भोगभोगाइ भुंजमाणा विहरिस्सह ।