________________
| શતક-૩ઃ ઉદ્દેશક-૧,
| ૩૭૭ |
करेइ, णीयं पासइ णीयं पणामं करेइ, जं जहा पासइ, तस्स तहा पणामं करेइ, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ पाणामा पव्वज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તામલી તાપસ દ્વારા ગ્રહણ કરાયેલી પ્રવ્રજ્યાને 'પ્રાણામા' પ્રવ્રજ્યા શા માટે કહે છે?
ઉત્તર- હે ગૌતમ! જે વ્યક્તિએ 'પ્રાણામા પ્રવ્રજ્યા સ્વીકારી હોય, તે જેને જ્યાં જુઓ ત્યાં પ્રણામ કરે છે; તે ઈન્દ્ર, સ્કંદ કાર્તિકેય, રુદ્રાવતાર શંકર, કલ્યાણકારી શિવ, વૈશ્રમણ-કુબેર, આર્યા–શાંત સ્વરૂપી પાર્વતી, મહિષાસુરનું મર્દન કરનારી ચંડિકા હોય; રાજાદિ હોય કે સાર્થવાહ હોય; કાગડા, કૂતરા, ચાંડાળ આદિ કોઈ પણ સામે મળે તે સર્વને પ્રણામ કરે છે. ઊંચી કોટિની વ્યક્તિને જોઈને અતિ વિનયપૂર્વક પ્રણામ કરે છે અને નીચી વ્યક્તિને જોઈને નિમ્ન પ્રકારે પ્રણામ કરે છે અથવા જેને ભૂમિ પર કે આકાશમાં ગમે ત્યાં, જ્યાં જુએ, તેને ત્યાં જ પ્રણામ કરે છે. હે ગૌતમ ! તેથી આ પ્રવ્રજ્યાનું નામ 'પ્રાણામાં પ્રવ્રજ્યા'
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રાણામાં પ્રવજ્યાનું સ્વરૂપે પ્રગટ કર્યું છે. જે પ્રવ્રજ્યામાં પ્રત્યેક પ્રાણીને યથાયોગ્ય પ્રણામ કરવાની પ્રણાલિકા હોવાથી તેને પ્રણામાં પ્રવ્રજ્યા કહે છે.
પ્રભુ મહાવીરના સમયમાં ૩૬૩ પાખંડીઓના મત પ્રચલિત હતા. તેમાં મુખ્ય ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી તે ચાર હતા. પ્રાણામાં પ્રવ્રજ્યા વિનયવાદી મતને અનુરૂપ હોય તેમ પ્રતીત થાય છે. વિનયવાદી નાના-મોટા પ્રત્યેક જીવનો યથાયોગ્ય વંદન-નમસ્કારાદિથી વિનય કરે છે. આ પ્રકારની પ્રવ્રજ્યામાં સમ્યગુજ્ઞાનનો અભાવ હોય છે. તેથી તેની આરાધનાથી અંતિમ લક્ષ્યની સિદ્ધિ થતી નથી.
પાદપોપગમન અનશનનો સ્વીકાર :| २३ तएणं से तामली मोरियपुत्ते तेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिए णं बालतवोकम्मेणं सुक्के लुक्खे जाव धमणिसंतए जाए यावि होत्था । तए णं तस्स तामलिस्स बालतवस्सिस्स अण्णया कयाई पुव्वरत्तावरत्तकालसमयसि अणिच्च- जागरियं जागरमाणस्स इमेयारूवे अज्झथिए चिंतिए जाव समुप्पज्जित्था- एवं खलु अहं इमेणं ओरालेणं विउलेणं जाव उदग्गेणं उदत्तेणं उत्तमेणं महाणुभागेणं तवोकम्मेणं सुक्के लुक्खे जाव धमणिसंतए जाए, तं अत्थि जा मे उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कारपरक्कमे तावता