________________
શ્રી ભગવતી સૂત્ર–૧
मे सेयं, कल्लं जाव जलते, तामलित्तीए णगरीए, दिट्ठाभट्ठे य पासंडत्थे य गिहत्थे य पुव्वसंगइए य पच्छासंगइए य परियायसंगइए य आपुच्छित्ता तामलित्तीए णगरीए मज्झमज्झेणं णिग्गच्छित्ता, पादुगं कुंडियामाइयं उवगरणं, दारुमयं च पडिग्गहं एगते एडित्ता तामलित्तीए णयरीए उत्तरपुरत्थिमे दिसीभाए णियत्तणियं मंडलं आलिहित्ता संलेहणा झूसणा झूसियस्स भत्त - पाणपडियाइक्खियस्स, पाओवगयस्स कालं अणवकंखमाणस्स विहरित्तए त्ति कट्टु एवं संपेहेइ, संपेहेत्ता कल्लं जाव जलते जाव आपुच्छर, आपुच्छित्ता जाव एगंते एडेइ जाव भत्त-पाण -पडियाइक्खिए पाओवगमणं णिवण्णे ।
३७८
ભાવાર્થ :- ત્યાર પછી તે મૌર્યપુત્ર તામલી તાપસ તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગૃહીત બાલ તપ દ્વારા શુષ્ક થઈ ગયા, રૂક્ષ થઈ ગયા, એટલા દુર્બલ થઈ ગયા કે તેની નાડીઓ બહાર દેખાવા લાગી.
ત્યાર પછી એક દિવસ રાત્રિના પાછલા પ્રહરમાં અનિત્ય જાગરણ કરતા તામલી બાલ તપસ્વીને આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત આદિ વિચાર ઉત્પન્ન થયો કે હું આ ઉદાર, વિપુલથી લઈ ઉદગ્ર, ઉદાત્ત, ઉત્તમ અને મહાપ્રભાવશાળી તપકર્મ દ્વારા શુષ્ક અને રૂક્ષ થઈ ગયો છું, મારું શરીર એટલું કૃશ થઈ ગયું છે કે નાડીઓ બહાર દેખાય છે. તેથી જ્યાં સુધી મારામાં ઉત્થાન કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે, ત્યાં સુધી મારા માટે તે જ શ્રેયસ્કર છે કે કાલે પ્રાતઃકાલે સૂર્યોદય થાય ત્યારે હું તામ્રલિપ્તી નગરીમાં જાઉં, ત્યાં જઈને દષ્ટ ભાષિત [જોઈને જેની સાથે વાતચીત થઈ હોય] પાસડી જન (સંન્યાસી), ગૃહસ્થ, પૂર્વ પરિચિત [કુમારાવસ્થાના પરિચિત], પશ્ચાત્ પરિચિત [વિવાહ પછીના પરિચિત] અને પર્યાય પરિચિત [તપસ્વી થયા પછીના પરિચયમાં આવેલા] તાપસોને પૂછીને (જાણ કરીને), તામ્રલિપ્તી નગરીની મધ્યમાંથી નીકળીને, પાદુકા તથા કુંડી આદિ ઉપકરણોને અને કાષ્ઠપાત્રો એકાંતમાં મૂકી, તામ્રલિપ્તી નગરીના ઉત્તર-પૂર્વદિશા ભાગમાં અર્થાત્ ઈશાન કોણમાં 'નિવનિક' મંડળ અર્થાત્ ૪૦ ધનુષ્ય પરિમાણ મંડલાકાર ક્ષેત્ર મર્યાદા આલેખી, સંલેખના તપ દ્વારા આત્માને સેવિત કરીને, આહાર પાણીનો સર્વથા ત્યાગ કરીને, પાદપોપગમન સંથારો કરું અને મૃત્યુની આકાંક્ષા નહીં કરતો શાંત ચિત્તથી સ્થિર થાઉં, તે મારા માટે શ્રેયસ્કર છે. આ રીતે વિચાર કરીને પ્રાતઃ કાલે સૂર્યોદય થયો ત્યારે પૂર્વ કથનાનુસાર પૂર્વદષ્ટાદિ સર્વને પૂછી તે તામલી બાલ તપસ્વીએ પોતાના ઉપકરણોને એકાંતમાં મૂકી દીધા અને આહાર પાણીનો ત્યાગ કરી, પાદોપોપગમન અનશનનો સ્વીકાર કર્યો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તામલી તાપસના પાદપોપગમન અનશન સ્વીકારનું કથન છે.
પાદપોપગમન અનશન ઃ– પાદપ = વૃક્ષ, આ અનશનના ધારક સાધક જીવનપર્યંત ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને પડેલા વૃક્ષની જેમ નિશ્ચેષ્ટ રહી અને આત્મધ્યાનમાં લીન બની જાય છે. ખિયત્તષિય મંડલ :- નિવર્તનિક મંડલ. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદ શ્રમણોપાસકના વ્રત