________________
| 3
શ્રી ભગવતી સૂત્ર-૧
વિચરવા લાગ્યા. જમ્યા પછી તેણે હાથ ધોયા, મુખ સાફ કર્યું, શુદ્ધ બન્યા. પછી તે મિત્ર આદિ સર્વ સ્વજન, સંબંધીનું વસ્ત્ર, સુગંધિત પદાર્થ અને માળા આદિથી સત્કાર અને સન્માન કર્યું. તે જ મિત્ર, જ્ઞાતિજન આદિ સમક્ષ પોતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થાપિત કર્યો. અર્થાત કુટુંબનો ભાર તેને સોંપ્યો. પછી તે સર્વ સ્વજનાદિને અને જ્યેષ્ઠ પુત્રને પૂછીને, તે તામલી ગૃહપતિએ મુંડિત થઈને 'પ્રાણામાં પ્રવ્રજ્યા અંગીકાર
री. તામલી તાપસનો અભિગ્રહ :| २१ पव्वइए वि य णं समाणे इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ- कप्पइ मे जावज्जीवाए छटुंछट्टेणं जाव आहारित्तए त्ति कटु इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ, अभिगिण्हित्ता जावज्जीवाए छटुं-छट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डे बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमूहे आयावणभूमीए आयावेमाणे विहरइ । छट्ठस्स वि य णं पारणयसि आयावणभूमीओ पच्चोरुहइ पच्चोरुहित्ता सयमेव दारुमयं पडिग्गहं गहाय तामलित्तीए णयरीए उच्चणीय-मज्झिमाइं कुलाइंघरसमुदाणस्स भिक्खायरियाए अडइ, अडित्ता सुद्धोयणं पडिग्गाहेइ, पडिग्गाहेत्ता तिसत्तक्खुत्तो उदएण पक्खालेइ, पक्खालेत्ता तओ पच्छा आहारं आहारेइ । ભાવાર્થ :- જ્યારે તામલી ગૃહપતિએ 'પ્રાણામાં પ્રવ્રજ્યા અંગીકાર કરી, તે જ સમયે તેણે આ પ્રકારનો અભિગ્રહ ધારણ કર્યો કે હું માવજીવન છઠ–છઠની તપસ્યા કરીશ તથા પૂર્વોક્ત ભિક્ષાવિધિ દ્વારા લાવેલા શુદ્ધ ઓદનને ૨૧ વાર પાણીથી ધોઈને તેનો આહાર કરીશ. આ રીતે અભિગ્રહ ધારણ કરીને, યાવજીવન નિરંતર છઠ–છઠની તપસ્યાપૂર્વક બંને હાથ ઊંચા રાખીને સૂર્યની સન્મુખ આતાપના લેતા તે તામલી તાપસ વિચરવા લાગ્યા. છઠના પારણા દિવસે આતાપના ભૂમિમાંથી સ્વયં નીચે ઉતરીને કાષ્ટ પાત્ર લઈને તામ્રલિપ્તી નગરીમાં ઊંચ-નીચ અને મધ્યમ કુળોમાં ભિક્ષાની વિધિપૂર્વક ભિક્ષાને માટે ફરતા હતા. ભિક્ષામાં કેવળ ઓદન-ચોખા લાવતા હતા અને તેને ૨૧ વાર પાણીથી ધોતા હતા, ત્યાર પછી તેનો આહાર કરતા હતા. પ્રાણામાં પ્રવજ્યાનું સ્વરૂપ :| २२ से केणटेणं भंते ! एवं वुच्चइ पाणामा पव्वज्जा ?
गोयमा ! पाणामाए णं पव्वज्जाए पव्वइए समाणे जं जत्थ पासइइंदं वा, खंदं वा रुदं वा सिवं वा वेसमणं वा अज्ज वा कोट्टकिरियं वा राय वा जाव सत्थवाहं वा काकं वा साणं वा पाणं वा उच्चं पासइ उच्चं पणामं