________________
શતક—૩ : ઉદ્દેશક-૧
૩૭૧
ગઈ અને ક્યાં પ્રવિષ્ટ થઈ ?
ઉત્તર– હે ગૌતમ ! તે દિવ્ય દેવ ઋદ્ધિ શરીરમાં ગઈ અને શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ. પ્રશ્ન-હે ભગવન્ ! તેનુ શું કારણ છે કે તે દિવ્ય દેવઋદ્ધિ તેના શરીરમાં ગઈ અને તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે કોઈ કૂટાકારશાળા હોય, જે બંને તરફથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્ત દ્વારવાળી હોય, પવન રહિત હોય, પવનના પ્રદેશથી રહિત અને ગંભીર હોય, તેવી કૂટાકારશાળાનું દૃષ્ટાંત અહીં કહેવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઈશાનેન્દ્રનું પ્રભુ પાસે કેવી રીતે આગમન થયું ? અને પ્રભુ સમીપે આવીને તે દેવે શું કર્યું ? તેનું નિરૂપણ છે.
ઈશાનેન્દ્રનું પ્રભુ પાસે આગમન :- અહીં રાજપ્રશ્નીય સૂત્રમાં વર્ણિત સૂર્યાભદેવના અતિદેશ પૂર્વક વર્ણન છે. કોઈ પણ દેવ જ્યારે પ્રભુ પાસે આવે ત્યારે પ્રાયઃ દિવ્ય દેવ ઋદ્ધિનું દર્શન કરાવતા, પોતાના પરિવાર સાથે આવે છે.
ઈશાનેન્દ્ર દેવલોકમાંથી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું કે પ્રભુ રાજગૃહીમાં પધાર્યા છે. ત્યાં સ્વયં આસન પરથી ઊઠી, સાત-આઠ કદમ ચાલીને પ્રભુને ભાવ વંદન કર્યા. ત્યાર પછી આભિયોગિક દેવો દ્વારા અન્ય દેવોને પ્રભુ સમીપે જવાની સૂચના આપી. રાજગૃહી નગરીમાં એક યોજનનું ક્ષેત્ર સાફ કરાવ્યું. સમસ્ત દેવ–દેવીઓથી પરિવૃત્ત થઈને એક લાખ યોજનના વિમાનમાં બેસીને નીકળ્યા. નંદીશ્વર દ્વીપમાં જઈને તે વિમાન મૂકીને, અન્ય નાના વિમાનની વિધુર્વણા કરી, તેમાં બેસીને રાજગૃહીમાં પ્રભુના સમોસરણમાં આવ્યા. જમીનથી ચાર અંગુલ ઉપર વિમાનને સ્થિત કરી, નીચે ઉતરી, ભક્તિભાવ પૂર્વક ત્રણ પ્રદક્ષિણા પૂર્વક પ્રભુને વંદન–નમસ્કાર કર્યા.
પ્રભુનો ધર્મોપદેશ સાંભળીને, ગૌતમાદિ ગણધર તેમજ અન્ય મહાન પરિષદને ૩ર પ્રકારના નાટક બતાવવાનું નિવેદન કર્યું, પ્રભુના ઉત્તરની અપેક્ષા રાખ્યા વિના જ વૈક્રિય પ્રયોગથી, દિવ્યમંડપ, મણિપીઠિકા અને સિંહાસનની વિકુર્વણા કરી, સિંહાસન પર બેસી, બંને હાથમાંથી ૧૦૮–૧૦૮ દેવકુમાર અને દેવકુમારીઓની વિકુર્વણા કરી, ગીત અને વાધો સાથે ૩૨ પ્રકારના નાટક બતાવીને ક્ષણમાત્રમાં ઋદ્ધિને સંકેલી, પ્રભુને વંદન નમસ્કાર કરીને સ્વસ્થાને ગયા.
ગણધર ગૌતમની જિજ્ઞાસા અને પ્રભુ દ્વારા સમાધાન ઃ– ઈશાનેન્દ્ર પરિવાર સહિત આવ્યા. ૩૨ પ્રકારના નાટક બતાવીને અલ્પ સમયમાં ગયા. આ દશ્ય જોઈને ગૌતમે પ્રભુને પૂછ્યું, "હે પ્રભો ! તે દેવની દિવ્ય ઋદ્ધિ ક્યાં ગઈ” ? પ્રભુએ કહ્યું, તે ઋદ્ધિ તેના શરીરમાં જ પુનઃ પ્રવેશ પામી ગઈ. જે રીતે શિખર