________________
શ્રી ભગવતી સૂત્ર–૧
બદ્ઘ કૂટાગાર શાળા હોય, તેની આસપાસ અનેક મનુષ્યો ઊભા હોય, અચાનક ઘોર વરસાદ વરસતા જ સર્વ મનુષ્યો ફૂટાકારશાળામાં પ્રવેશ કરી જાય તે રીતે ઈન્દ્રની દિવ્ય ઋદ્ધિ તેના જ શરીરમાં પ્રવિષ્ટ થઈ
ગઈ.
૩૭૨
તામલી તાપસ : ઈશાનેન્દ્રનો પૂર્વભવ
આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં તામ્રલિપ્તી નામની નગરી હતી. તેમાં તામલી નામના મૌર્યપુત્ર ગાથાપતિ રહેતા હતા. પૂર્વપુણ્યના યોગે સર્વ અનુકૂળ સંયોગો વચ્ચે જીવન વ્યતીત થઈ રહ્યું હતું. એકદા તેને વિચાર આવ્યો કે પુણ્યનો પ્રયોગ જો પરમાર્થે થાય તો જ જીવનની સફળતા છે. આ વિચારોને ક્રિયાન્વિત કરતાં તેઓ જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને, સ્વજનોની સંમતિપૂર્વક 'પ્રાણામા' પ્રવ્રજ્યા અંગીકાર કરી.
આ પ્રવ્રજ્યામાં રાજા, રંક, પશુ, પક્ષી, દેવ, દાનવ જે કોઈ દષ્ટિગોચર થાય તેને પ્રણામ કરવાની પદ્ધતિ હોય છે, તેથી તેને પ્રાણામા પ્રવ્રજ્યા કહે છે. પ્રવ્રજ્યા સ્વીકારના સમયે જ યાવજ્જીવન છઠના પારણે છઠ અને પારણામાં રાંધેલા ભાત ૨૧ વાર ધોઈને વાપરવા તે પ્રકારનો તેમણે સંકલ્પ કર્યો.
તાપલી તાપસ શુદ્ધ ભાવે સાધના કરી રહ્યા હતા. તે જ સમયે ચમરચંચા રાજધાનીમાં ઈન્દ્રનો વિરહ હતો. ત્યાંના દેવ–દેવીઓએ આવીને તામલી તાપસને પોતાના ઈન્દ્ર બનવાનું નિયાણુ કરવા માટે બહુમાન પૂર્વક વિનંતી કરી. પરંતુ તામલી તાપસ કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના આત્મભાવમાં લીન
રહ્યા.
૬૦,૦૦૦ વર્ષની તાપસ પર્યાય, બે માસનો સંથારો અને ઘોર બાલતપની આરાધના કરીને તામલી તાપસ ઈશાનેન્દ્ર તરીકે ઉત્પન્ન થયા.
ચમરચચાના દેવોએ જ્યારે તામલી તાપસને ઈશાનેન્દ્ર તરીકે ઉત્પન્ન થયેલા જોયા ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા અને તેના મૃતદેહને રસ્સીથી બાંધી, તેના પર થૂંકી ચારે બાજુ ઘસડવા લાગ્યા.
આ સર્વ પ્રક્રિયા ઈશાનેન્દ્રે પોતાના અવધિજ્ઞાનથી જોઈ અને તે પણ અત્યંત ક્રુદ્ધ બન્યા. તેણે તરત જ પોતાની તેજોલબ્ધિના પ્રભાવે ચમરચંચાને તપ્ત કરી નાંખી, તેથીત્યાંના દેવ દેવીઓ આકૂળવ્યાકૂળ અને ત્રસ્ત થઈ ગયા. અંતે સહુએ ઈશાનેન્દ્રની ક્ષમાયાચના કરી. ત્યારે ઈશાનેન્દ્રે પોતાની તેજોલબ્ધિને પાછી ખેંચી લીધી અને સહુ યથા સ્થાને શાંતિ અને સમાધિને પામ્યા.
ત્યારથી જ અસુરકુમાર દેવ દેવીઓ ઈશાનેન્દ્રનો આદર—સત્કાર, આજ્ઞાપાલન કરે છે. ઈશાનેન્દ્ર બે સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધગતિને પ્રાપ્ત થશે.
ઈશાનેન્દ્રનો પૂર્વભવ : તામલી તાપસ :
१८ ईसाणं भंते ! देविंदेणं देवरण्णा सा दिव्वा देविड्डी दिव्वा देवज्जुई