________________
श्री भगवती सूत्र - १
चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । तेणं काणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था । वण्णओ । जाव परिसा पज्जुवासइ । तेणं कालेणं तेणं समएणं ईसाणे देविंदे देवराया, सूलपाणी, वसहवाहणे, उत्तरड्डलोगाहिवई, अट्ठावीसविमाणावाससयसहस्साहिवई, अरयंबरवत्थधरे, आलइयमालमउडे, णवहेमचारुचित्तचंचलकुंडलविलिहिज्जमाणगंडे जाव दस दिसाओ उज्जोवेमाणे पभासेमाणे; ईसाणे कप्पे, ईसाणवडिसए विमाणे, जहेव रायप्पसेणइज्जे जाव दिव्वं देविड्डि जाव उवदंसित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए ।
390
भावार्थ :પ્રશ્ન- તત્પશ્ચાત્ ક્યારેક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી 'મોકા' નગરીના નંદન નામના ઉદ્યાનમાંથી બહાર નીકળીને જનપદમાં વિચરવા લાગ્યા, તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. નગરીનું વર્ણન ચંપાનગરીની જેમ સમજવું. ભગવાન ત્યાં પધાર્યા, પરિષદ ભગવાનની પર્યુપાસના કરવા ગઈ. ત્યાં સુધીનું વર્ણન ગ્રહણ કરવું.
તે કાલે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શૂલપાણિ [હાથમાં શૂલ ધારણ કરનાર], વૃષભના વાહનવાળા, ઉત્તરાર્દ લોકના અધિપતિ, ૨૮ લાખ વિમાનવાસના સ્વામી, આકાશ સમાન રજ રહિત નિર્મલ વસ્ત્રને ધારણ કરનાર, માળાથી સુશોભિત, મસ્તક પર મુગટ ધારણ કરનાર, સુવર્ણના નવીન, સુંદર, વિચિત્ર અને ચંચલ કુંડલોથી સુશોભિત મુખવાળા વગેરે વિશેષણ યુક્ત દશે દિશાઓને પ્રકાશિત કરતા ઈશાનેન્દ્ર, ઈશાન કલ્પના ઈશાનાવતંસક વિમાનમાં રાયપસેણીય સૂત્રમાં કહ્યાનુસાર, દિવ્ય દેવ ઋદ્ધિનો અનુભવ કરતા હતા. તે [દેવ] ભગવાનના દર્શન કરવા માટે આવ્યા, અને બત્રીસ પ્રકારના નાટક બતાવી જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
१७ भंते! त्ति, भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अहो णं भंते ! ईसाणे देविंदे देवराया महिड्डी जाव महाणुभागे । ईसाणस्स णं भंते ! सा दिव्वा देविड्ढी कहिं गया ? कहिं अणुपविट्ठा ?
गोयमा ! सरीरं गया, सरीरं अणुपविट्ठा ।
से केणद्वेणं भंते ! एवं वुच्चइ - सरीरं गया ? सरीरं अणुपविट्ठा ?
गोयमा ! से जहाणामए कूडागारसाला सिया दुहओ लित्ता, गुत्ता, गुत्तदुवारा णिवाया णिवायगंभीरा, तीसे णं कूडागारसालाए एवं दिट्ठतो भाणियव्वो । ભાવાર્થ :- ત્યાર પછી હે ભગવન્ ! આ પ્રકારે સંબોધિત કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું કે, હે ભગવન્ ! અહો ! દેવેન્દ્ર દેવરાજ ઈશાન આ પ્રકારે મહાઋદ્ધિ સંપન્ન તેમજ મહાભાગ્યશાળી છે. હે ભગવન્ ! ઈશાનેન્દ્રની તે દિવ્ય દેવઋદ્ધિ ક્યાં