________________
૩૬s |
શ્રી ભગવતી સૂત્ર-૧
fમસમvUઅભિસમન્વાગત–પ્રાપ્ત થયેલા ભોગાદિ સાધનોને ઉપયોગની અપેક્ષાએ અભિમુખ-સમ્મુખ થયા છે. ભોગ્ય બનાવ્યા છે.
સામાનિક દેવોની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિ ઈન્દ્રની સમાન હોય છે. તેના લોકપાલ, ત્રાયસ્વિંશક આદિ દેવોનું કથન ચમરેન્દ્રની સમાન છે અર્થાતુ વૈક્રિયકૃત રૂપોથી સંખ્યાત દ્વીપ-સમુદ્ર જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવાની શક્તિમાત્ર છે. ઈશાનેન્દ્રની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિ :१३ भंते ! त्ति भगवं तच्चे गोयमे वाउभूई अणगारे समणं भगवं जाव एवं वयासी- जइ णं भंते ! सक्के देविंदे देवराया एवं महिड्डीए जाव एवइयं च णं पभू विउव्वित्तए, ईसाणे णं भंते ! देविंदे देवराया के महिड्डीए ?
एवं तहेव, णवरं साहिए दो केवलकप्पे जंबूदीवे दीवे, अवसेसं तहेव । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરીને તૃતીય ગણધર ગૌતમ વાયુભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! જો દેવેન્દ્ર દેવરાજ શક્ર આ પ્રકારે મહાચ્છદ્ધિ આદિથી સંપન્ન છે, વિફર્વણા કરવામાં સમર્થ છે, તો દેવેન્દ્ર દેવરાજ ઈશાન કેવી ઋદ્ધિથી સંપન્ન છે, કેટલી વિદુર્વણા કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે શક્રેન્દ્રનું કથન કર્યું, તે જ રીતે ઈશાનેન્દ્રનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે પોતાના વૈક્રિયકૃત રૂપોથી સંપૂર્ણ બે જંબૂદ્વીપથી કંઈક અધિક ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઈશાનેન્દ્રની ઋદ્ધિ આદિનું કથન શક્રેન્દ્રની સમાન કહ્યું છે. શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રમાં અનેક પ્રકારની સામ્યતા હોવાથી શાસ્ત્રકારે તે પ્રમાણે કથન કર્યું છે. પરંતુ તેમાં કેટલીક ભિન્નતા પણ છે. યથા–ઈશાનેન્દ્રને ૨૮ લાખ વિમાન, ૮૦,000 સામાનિક દેવ, ૩,૨૦,૦૦૦ (ત્રણ લાખ વીસ હજાર) આત્મરક્ષક દેવો છે. તેમ જ તેની વૈક્રિય શક્તિ પણ શકેન્દ્રથી કંઈક અધિક છે તે સાધિક બે જંબુદ્વીપ જેટલા ક્ષેત્રને પોતાના વૈક્રિયકૃત રૂપોથી વ્યાપ્ત કરે છે.
(કુરુદત્ત અણગાર)
પ્રભુ મહાવીરના અંતેવાસી શિષ્ય ગુરુદત્તપુત્ર અણગાર હતા. દેહાધ્યાસને તોડવા માટે તે અટ્ટમના પારણે અઠ્ઠમ અને પારણામાં આયંબિલ કરતા હતા. ઉપરાંત સૂર્યની સન્મુખ આતાપના લેતા હતા. આ