________________
શતક-૩: ઉદ્દેશક-૧
_.
[ ૩૬૫ |
एगमेगस्स सामाणियस्स देवस्स इमेयारूवे विसए विसयमेत्ते बुइए, णो चेव णं संपत्तीए विउव्विसु वा विउव्वंति वा विउव्विस्संति वा, तायत्तीसा य लोगपाल अग्ग्महिसीणं जहेव चमरस्स, णवरं-दो केवलकप्पे जंबूदीवे दीवे, अण्णं तं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે તિષ્યક દેવ આ પ્રકારે મહાદ્ધિ આદિથી અને વૈક્રિય શક્તિથી સંપન્ન છે, તો દેવેન્દ્ર દેવરાજ શક્રના અન્ય સર્વ સામાનિક દેવ કેવી મહાઋદ્ધિ આદિ તથા વૈક્રિય શક્તિથી સંપન્ન છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે તિષ્યક દેવનું કથન કર્યું, તે જ રીતે શક્રેન્દ્રના સર્વ સામાનિક દેવોના વિષયમાં જાણવું જોઈએ, પરંતુ હે ગૌતમ! તે વૈક્રિય શક્તિ તેનો વિષયમાત્ર છે, સમ્પ્રાપ્તિ દ્વારા તેઓએ ક્યારે ય આ પ્રકારે વિદુર્વણા કરી નથી, કરતા નથી અને કરશે પણ નહી.
શક્રેન્દ્રના ત્રાયશ્ચિંશક દેવ, લોકપાલ અને અગ્રમહિષીઓનું કથન ચમરેન્દ્રની સમાન જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે તે પોતાના વૈક્રિયકૃત રૂપોથી સંપૂર્ણ બે જંબુદ્વીપને ભરવામાં સમર્થ છે. શેષ સંપૂર્ણ વર્ણન અમરેન્દ્રની સમાન છે.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્રના સામાનિક દેવની ઋદ્ધિ અને વૈક્રિયશક્તિ વિષયક પ્રશ્નોત્તર છે.
અગ્નિભૂતિ અણગારે પોતાના પરિચિત તિષ્યક નામક અણગાર જે સમાધિપૂર્વક કાલધર્મને પામીને શક્રેન્દ્રના સામાનિક દેવરૂપે ઉત્પન્ન થયા છે, તેના વિષયમાં પ્રભુને પ્રશ્ન પૂછયો છે. તેના અનુસંધાનમાં પ્રભુએ દેવની ઉત્પત્તિની પ્રક્રિયા સ્પષ્ટ કરી છે.
દેવ-ઉત્પત્તિની પ્રક્રિયા :- દેવોના ઉત્પત્તિ સ્થાનને ઉપપાત સભા કહે છે. તે ઉપપાત સભામાં દિવ્ય દેવદૂષ્યથી આચ્છાદિત દેવ શયનીય-શૈય્યામાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના પ્રમાણ ક્ષેત્રમાં, ઉપપાત જન્મથી દેવ ઉત્પન્ન થાય છે. કર્મબદ્ધ તે જીવ આહારાદિના ગ્રહણથી શરીરનું નિર્માણ સ્વયં કરે છે. ક્રમશઃ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા મનઃ પર્યાપ્તિઓથી પૂર્ણ થાય ત્યારે તેને પર્યાપ્ત કહે છે. પર્યાપ્તિઓ છ હોવા છતાં પણ દેવોમાં ભાષા અને મનઃ પર્યાપ્તિ સાથે પૂર્ણ થાય છે તેથી તેમાં પાંચ પર્યાપ્તિઓનું કથન છે.
તકે પત્તે મિસાઇM/11 ના વિશેષાર્થ– ત = લબ્ધ. પૂર્વ જન્મમાં તેનું ઉપાર્જન કર્યું હતું, તેથી લબ્ધ-લાભ પ્રાપ્ત થયો,. પત્ત = પ્રાપ્ત થયા, દેવભવની અપેક્ષાએ પ્રાપ્ત થયા છે,