________________
૩૬૪ |
શ્રી ભગવતી સૂત્ર-૧
चेव णं संपत्तीए विउव्विसु वा, विउव्वइ वा, विउव्विस्सइ वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો દેવેન્દ્ર દેવરાજ શક્ર આ પ્રકારે મહાઋદ્ધિ સંપન્ન છે, તેમજ વૈક્રિય શક્તિથી સંપન્ન છે તો તેઓના તિષ્યક નામના સામાનિક દેવ, જે આપના શિષ્ય તિષ્યક' નામના અણગાર હતા, તેઓ પ્રકૃતિથી ભદ્ર, વિનીત વગેરે ગુણયુક્ત, નિરંતર છઠ છઠનાતા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. સંપૂર્ણ આઠ વર્ષની શ્રમણ પર્યાયનું પાલન કરી, માસિક સંલેખના દ્વારા પોતાના આત્માને પ્લાવિત કરી, સાઠ ભક્ત અનશનનું છેદન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ, કાલના સમયે કાલધર્મ પામી, સૌધર્મ દેવલોકમાં પોતાના વિમાનની ઉપપાત સભામાં, દેવદૂષ્યથી ઢંકાયેલી દેવ–શય્યામાં, અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાથી દેવેન્દ્ર દેવરાજ શક્રના સામાનિક દેવરૂપે ઉત્પન્ન થયા.
તપશ્ચાતુ તત્કાલ ઉત્પન્ન થયેલા તે તિષ્યક દેવ, પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્તપણાને પ્રાપ્ત થયા. તે પર્યાપ્તિઓ આ પ્રમાણે છે- આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષામનઃ પર્યાપ્તિ. આ પાંચ પર્યાપ્તિઓથી પર્યાપ્ત થવા પર તિષ્યક દેવના સામાનિક પરિષદના દેવોએ, બંને હાથ જોડીને, દશે આંગળીઓના નખોને ભેગા કરીને, મસ્તક પર અંજલિ કરીને તેમને જય-વિજય શબ્દોથી વધાવ્યા. ત્યાર પછી તેઓએ કહ્યું– અહો, આપ દેવાનુપ્રિયને આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવ પ્રભાવ મળ્યા છે. પ્રાપ્ત થયા છે, સમ્મુખ થયા છે. હે દેવાનુપ્રિય ! જેવી દિવ્ય દેવઋદ્ધિ આદિ આપ દેવાનુપ્રિયને પ્રાપ્ત થઈ છે, તેવી જ દિવ્ય દેવઋદ્ધિ આદિ દેવેન્દ્ર દેવરાજ શક્રને પ્રાપ્ત છે. જેવી દિવ્ય દેવદ્ધિ દેવેન્દ્ર દેવરાજ શક્રને પ્રાપ્ત થઈ છે, તેવી જ દિવ્ય દેવઋદ્ધિ આદિ આપ દેવાનુપ્રિયને પણ પ્રાપ્ત થઈ છે.
પ્રશ્ન- (ત્યાર પછી અગ્નિભૂતિ અણગારે ભગવાનને પ્રશ્ન કર્યો) હે ભગવન્! તે તિષ્યક દેવની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! તે તિષ્યક દેવ મહાઋદ્ધિ તેમજ મહાપ્રભાવ આદિથી સંપન્ન છે. તે પોતાના વિમાન ઉપર, ૪000 સામાનિક દેવો, પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદ, સાત સેના, સાત સેનાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષકદેવો તથા અન્ય અનેક વૈમાનિકદેવો અને દેવીઓ ઉપર આધિપત્ય કરતા વિચરે છે. તે તિષ્યક દેવ આ પ્રકારે મહાચ્છદ્ધિ આદિથી તથા વૈક્રિય સામર્થ્ય સંપન્ન છે. યુવાન યુવતીના દષ્ટાંતાનુસાર અને આરાથી યુક્ત નાભિના દષ્ટાંતાનુસાર તેનું વૈક્રિય સામર્થ્ય શક્રેન્દ્રની સમાન છે. હે ગૌતમ! તિષ્યક દેવની જે વૈક્રિય શક્તિ કહી છે, તે તેનો વિષય છે, વિષયમાત્ર છે, પરંતુ સંપ્રાપ્તિ દ્વારા તેણે ક્યારે ય વિફર્વણા કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં. | १२ जइ णं भंते ! तीसए देवे महिड्डीए जाव एवइयं च णं पभू विउव्वित्तए, सक्कस्स णं भते ! देविदस्स देवरण्णो अवसेसा सामाणिया देवा के महिड्डीया ?
तहेव सव्वं जाव एस णं गोयमा ! सक्कस्स देविंदस्स देवरण्णो