________________
શતક—૩ : ઉદ્દેશક–૧
359
રીતે ઉગ્રતપ સાધના પૂર્વક છ માસની ચારિત્ર પર્યાયનું પાલન કરી, અંતે ૧૫ દિવસનું અનશન કરી, સમાધિભાવે કાલધર્મ પામ્યા અને ઈશાનેન્દ્રના સામાનિક દેવ–કુરુદત્ત દેવ તરીકે ઉત્પન્ન થયા.
કુરુદત્ત દેવની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિ :
१४ जइ णं भंते ! ईसाणे देविंदे देवराया एमहिड्ढीए जाव एवइयं च णं 'पभू विउव्वित्तए, एवं खलु देवाणुप्पियाणं अंतेवासी कुरुदत्तपुत्ते अणगारे पगइभद्दए, जावविणीए, अट्ठमंअट्ठमेणं अणिक्खित्तेणं पारणए आयंबिलपरिग्गहिएणं तवोकम्मेणं उड्डुं बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमूहे आयावणभूमिए आयावेमाणे बहुपडिपुण्णे छम्मासे सामण्णपरियागं पाउणित्ता, अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, तीसं भत्ताइं अणसणाई छेदित्ता, आलोइयपडिक्कंते, समाहिपत्ते कालमासे कालं किच्चा ईसाणे कप्पे सरांसि विमाणंसि, जा चेव तीसए वत्तव्वया सच्चेव अपरिसेसा कुरुदत्तपुत्ते वि । णवरं साइरेगे दो केवलकप्पे जंबूदीवे दीवे, अवसेसं तं चेव । एवं सामाणिय- तायत्तीसग-लोगपाल - अग्ग्महिसीणं जाव एस णं गोयमा ! ईसाणस्स देविंदस्स देवरण्णो एवं एगमेगाए अग्गमहिसीए देवीए अयमेयारूवे विसए विसयमेत्ते बुइए, णो चेव णं संपत्तीए विडव्विसु वा विव्वंति वा विउव्विस्संति वा ।
I
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો દેવેન્દ્ર દેવરાજ ઈશાન આ પ્રકારની મહાઋદ્ધિ આદિથી સંપન્ન છે, આ પ્રકારે વૈક્રિય શક્તિથી સંપન્ન છે, તો પ્રકૃતિથી ભદ્ર, વિનીત આદિ ગુણ સંપન્ન તથા નિરંતર અઠ્ઠમ–અક્રમની તપસ્યા અને પારણામાં આયંબિલ, આ પ્રકારની કઠિન તપસ્યાથી આત્માને ભાવિત કરતા, બંને હાથ ઊંચા રાખીને, સૂર્યની સન્મુખ મુખ રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેતા, આપના અંતેવાસી શિષ્ય કુરુદત્ત પુત્ર નામક અણગાર, પૂર્ણ છ માસની શ્રમણ પર્યાયનું પાલન કરીને, પંદર દિવસની સંલેખનાથી પોતાના આત્માને ઝૂષિત કરીને, ત્રીસ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાલના સમયે કાલધર્મ પામીને, ઈશાન કલ્પમાં પોતાના વિમાનમાં ઈશાનેન્દ્રના સામાનિક દેવરૂપે ઉત્પન્ન થયા છે, ઈત્યાદિ સંપૂર્ણ વર્ણન તિષ્યક દેવની સમાન કુરુદત્ત પુત્ર દેવનું પણ જાણવું. તો હે ભગવન્ ! તે કુરુદત્તપુત્ર દેવ, કેવી મહાઋદ્ધિથી સંપન્ન તેમજ કેટલી વૈક્રિય શક્તિથી સંપન્ન છે ?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ તિષ્યક દેવની સમાન જાણવું. વિશેષતા એ છે કે કુરુદત્તપુત્ર દેવ, પોતાના વૈક્રિયકૃત રૂપોથી સંપૂર્ણ બે જંબુદ્રીપથી કંઈક અધિક ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. આ રીતે અન્ય સામાનિક દેવ, ત્રાયશિક દેવ, લોકપાલ અને અગ્રમહિષીઓના વિષયમાં પણ જાણવું. હે