________________
શતક-૩: ઉદ્દેશક-૧
_
૩૫૯ ]
साहस्सीणं, अण्णेसिं च जाव विहरइ । एवइयं च णं पभू विउव्वित्तए- से जहा णामए जुवई जुवाणे जाव पभू केवलकप्पं जंबूदीवं दीवं जाव तिरियं संखेज्जे दीवसमुद्दे बहूहिं णागकुमारीहिं जाव णो विउव्विस्संति वा । सामाणिया, तायत्तीसग-लोगपाला, अग्गमहिसीओ य तहेव जहा चमरस्स णवरं संखेज्जे दीव- समुद्दे भाणियव्वे । एवं जाव थणियकुमारा, वाणमंतरा, जोईसिया वि, णवरं दाहिणिल्ले सव्वे अग्गिभूई पुच्छइ, उत्तरिल्ले सव्वे वाउभूई पुच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- ત્યાર પછી દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! જો વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ આ પ્રકારે મહાચ્છદ્ધિ સંપન્ન છે, વૈક્રિય શક્તિ સંપન્ન છે, તો નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ કેવા મહાદ્ધિ સંપન્ન છે, અને વૈક્રિય શક્તિ સંપન્ન છે?
ઉત્તર- હે ગૌતમ ! તે નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ મહાઋદ્ધિ સંપન્ન છે. તે ૪૪ લાખ ભવનાવાસ, ૬,000 સામાનિક દેવો, ૩૩ ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલ, પરિવાર સહિત છ અગ્રમહિષીઓ, ત્રણ પરિષદ, સાત સેના, સાત સેનાધિપતિ, ૨૪,૦૦૦ આત્મરક્ષક દેવો પર તથા અન્ય દેવો પર આધિપત્ય કરતાં વિચરે છે. તેની વિદુર્વણા શક્તિ પૂર્વવત્ યુવતી યુવાન આદિ દષ્ટાંતે જાણવી. તે પોતાના વૈક્રિયકૃત અનેક નાગકુમાર દેવો તથા દેવીઓથી સંપૂર્ણ જંબૂદ્વીપને ઠસોઠસ ભરવામાં સમર્થ છે તે ઉપરાંત તિરછા સંખ્યાત દ્વીપ-સમુદ્ર જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે પણ તેઓએ ક્યારે ય તે પ્રકારે કર્યું નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
તેના સામાનિક દેવ, ત્રાયશ્ચિંશક દેવ, લોકપાલ અને અગ્રમહિષીઓનું વૈક્રિય સામર્થ્ય અમરેન્દ્રની સમાન છે. વિશેષતા એ છે કે તેની વિફર્વણા શક્તિ સંખ્યાત દ્વીપ-સમુદ્ર સુધીના ક્ષેત્રને વ્યાપ્ત કરવાની છે. તે જ રીતે સ્વનિતકુમારો સુધી સર્વ ભવનપતિ દેવો, વાણવ્યંતર અને જ્યોતિષી દેવોના વિષયમાં કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે દક્ષિણ દિશાના સર્વ ઈન્દ્રોના વિષયોમાં દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ અણગારે પ્રશ્ન પૂછયાં છે અને ઉત્તરદિશાના સર્વ ઈન્દ્રોના વિષયમાં તૃતીય ગૌતમ શ્રી વાયુભૂતિ અણગારે પ્રશ્ન પૂક્યા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધરણેન્દ્રની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિનું વર્ણન કર્યું છે. તે જ રીતે ભવનપતિ દેવોના શેષ ઈન્દ્રોની ઋદ્ધિ આદિનું કથન કરવું જોઈએ. દશ ભવનપતિઓના વીસ ઈન્દ્ર છે. પ્રત્યેક ભવનવાસી દેવોમાં બે નિકાય અર્થાતુ દક્ષિણદિશાના અને ઉત્તરદિશાના અસુરકુમાર, તે રીતે બે ભેદ છે. દરેક દિશાના ઈન્દ્ર જુદા છે. તેથી દશ ભવનપતિઓના વીસ ઈન્દ્ર થાય છે. દક્ષિણ દિશાના દશ ઈન્દ્ર - ચમર, ધરણ, વેણુદેવ, હરિકાંત, અગ્નિશિખ, પૂર્ણ, જલકાંત, અમિત,