________________
[ ૩૬૦]
શ્રી ભગવતી સૂત્ર-૧
વિલંબ અને ઘોષ.
ઉત્તર દિશાના દશ ઈન્દ્ર :- બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસ્સહ, અગ્નિમાણવ, વશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજન અને મહાઘોષ.
ભવન સંખ્યા - અમરેન્દ્રના ૩૪ લાખ, બલીન્દ્રના ૩૦ લાખ, ધરણેન્દ્રના ૪૪ લાખ ભવનાવાસ આદિ પૂર્વોક્ત ભવનાવાસની સંખ્યા જાણવી. સામાનિક દેવ :- અમરેન્દ્રના ૬૪,000, બલીન્દ્રના ૬૦,000 સામાનિક દેવો છે. શેષ સર્વ ઈન્દ્રના
000 સામાનિક દેવ છે. આત્મરક્ષક દેવ - સામાનિક દેવોથી આત્મરક્ષક દેવો ચાર ગુણા અધિક હોય છે. અગ્ર મહિષીઓ :- અમરેન્દ્ર અને બલીન્દ્રને પાંચ-પાંચ અગ્રમહિષી છે. ધરણાદિ શેષ ઈન્દ્રોને છ–છ અગ્રમહિષી છે.
સર્વ ઈન્દ્રના ત્રાયન્ટિંશક દેવ ૩૩ અને લોકપાલ દેવ ૪ હોય છે. વ્યંતર દેવના ઈન્દ્ર અને તેની અદ્ધિ – વ્યંતર દેવોના આઠ પ્રકાર છે. તેમાં પણ પ્રત્યેકના બે બે અર્થાત્ દક્ષિણ અને ઉત્તર દિશાના ઈન્દ્ર છે, તેથી સોળ ઈન્દ્ર થાય છે. આઠ જાતિના વ્યંતર દેવ - પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ. ૧૦ ઈન્દ્રના નામ - કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિન્નર અને કિંપુરુષ, સત્પુરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય, ગીતરતિ અને ગીતયશ. વ્યંતરેન્દ્રની ગઢઢિ - વાણવ્યંતર દેવોમાં પ્રત્યેક ઈન્દ્રને ૪000 સામાનિક દેવ, તેનાથી ચાર ગુણા અર્થાત્ ૧૬,000 આત્મરક્ષક દેવ અને ચાર-ચાર અગ્રમહિષીઓ હોય છે. તેમાં ત્રાયશ્વિંશક અને લોકપાલ દેવો નથી.
જ્યોતિષી દેવોના ઈન્દ્ર અને તેની ઋદ્ધિ :- તેના પાંચ પ્રકાર છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં સુર્ય અને ચંદ્ર ઈન્દ્ર છે. તેમાં પ્રત્યેક ઈન્દ્રને ૪000 સામાનિક દેવ, ૧૬,000 આત્મરક્ષક દેવ અને ચાર અગ્રમહિષીઓ છે. તેમાં પણ ત્રાયસ્વિંશક અને લોકપાલ દેવ નથી. ભવનપતિ, વ્યતર અને જ્યોતિષીઓન વૈકિય સામર્થ્ય :- તેમાં ભવનપતિ અને વ્યંતરના દક્ષિણ દિશાના ઈન્દ્રો અને સૂર્યેન્દ્ર, પોતાના વૈક્રિયકૃત રૂપોથી સંપૂર્ણ જંબુદ્વીપને અને ઉત્તરદિશાના ઈન્દ્રો અને ચંદ્રન્દ્ર સાધિક જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને ભરવામાં સમર્થ છે.
પલ્યોપમની સ્થિતિવાળા દેવો સંખ્યાતા દ્વીપ-સમદ્ર જેટલા ક્ષેત્રને અને સાગરોપમની સ્થિતિ