________________
૩૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
છે. તે ૩૦ લાખ ભવનાવાસ તથા 50,000 સામાનિક દેવોના અધિપતિ છે. જે રીતે ચમરેન્દ્રના વિષયમાં વર્ણન કર્યું છે, તે જ રીતે બલિના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે બલિ પોતાની વૈક્રિય શક્તિથી સાધિક જંબૂદ્વીપને અર્થાત્ જંબૂદ્વીપથી કંઈક અધિક ક્ષેત્રને ભરી શકે છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. ભવન અને સામાનિક દેવોના વિષયમાં ભિન્નતા છે.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, એમ કહી, તૃતીય ગૌતમ વાયુભૂતિ અણગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને, ન અતિ નજીકન અતિ દૂર, ભગવાનની સન્મુખ, શુશ્રુષા અને નમસ્કાર કરતાં વિનયપૂર્વક હાથ જોડીને, પર્યાપાસના કરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ઉત્તર દિશાના અસુરકુમારના ઈન્દ્ર બલીન્દ્રની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિનું નિરૂપણ
વૈરોચનેન્દ્ર - ટીકાકાર તેના સ્વરૂપની સ્પષ્ટતા કરતા લખે છે કે- તળાત્યા૨૬નારેષ્યઃ सकाशाद विशिष्टं रोचनं दीपनं येषामस्ति ते वैरोचना औदिच्यासराः, तेस मध्ये ફુન્દ્ર:પરમેશ્વર વૈરોને 1 દક્ષિણ દિશાના અસુરકુમારોની અપેક્ષાએ જેની કાંતિ વિશિષ્ટ–અધિક છે, તેને વૈરોચન કહે છે. તેના ઈન્દ્રને વૈરોચનેન્દ્ર કહે છે.
તેને ૩૦ લાખ ભવનાવાસ અને ૬0,000 સામાનિક દેવો છે, શેષ ઋદ્ધિ અમરેન્દ્રની સમાન છે. તેનું વૈક્રિય સામર્થ્ય ચમરેન્દ્ર કરતા કંઈક અધિક છે. તે પોતાના વૈક્રિયકૃત રૂપો દ્વારા જંબૂદ્વીપથી કંઈક અધિક ક્ષેત્રને વ્યાપ્ત કરી શકે છે. ધરણેન્દ્ર વગેરેની અદ્ધિ અને વૈક્રિય શક્તિ - | ९ तएणं से दोच्चे गोयमे अग्गिभूई अणगारे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- जइ णं भंते ! बली वइरोयणिंदे वइरोयणराया एमहिड्डीए जाव एवइयं च णं पभू विउव्वित्तए, धरणे णं भंते ! णागकुमारिंदे, णागकुमारराया के महिड्डीए जाव केवइयं च णं पभू विउव्वित्तए ? ___गोयमा ! धरणे णं णागकुमारिंदे णागकुमारराया महिड्डीए जाव महाणुभागे। से णं तत्थ चोयालीसाए भवणावाससयसहस्साणं, छण्हं सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, छह अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं,सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणंचउव्वीसाए आयरक्खदेव