________________
શતક–૩: ઉદ્દેશક-૧
_
[ ૩૫૭ ]
સંપન્ન છે ઈત્યાદિ તેની અગ્રમહિષીઓ પર્યત દ્વિતીય આલાપક સંપૂર્ણ કહેવો જોઈએ. હે ગૌતમ ! તેથી દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ દ્વારા કહેલી વાત સત્ય છે.
હે ભગવન! જે પ્રમાણે આપ કહો છો, તે તે જ પ્રમાણે છે, હે ભગવન્! જે પ્રમાણે આપ કહો છો, તે તે જ પ્રમાણે છે, એ પ્રમાણે કહીને તૃતીય ગૌતમ વાયુભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને જ્યાં દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ અણગાર હતા ત્યાં આવ્યા,
ત્યાં આવીને તેને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને, પૂર્વોક્ત કથન માટે અર્થાત્ તેનું કથન માન્ય કર્યું ન હતું તે માટે વારંવાર વિનયપૂર્વક ક્ષમાયાચના કરી.
બલીન્દ્રની અદ્ધિ અને વૈક્રિય શક્તિ :
८ तए णं से तच्चे गोयमे वाउभूई अणगारे दोच्चेणं गोयमेणं अग्गिभूइणामेणं अणगारेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे जाव पज्जुवासमाणे एवं वयासीजइ णं भंते ! चमरे असुरिंदे असुरराया एमहिड्डीए जाव एवइयं च णं पभू विउव्वित्तए, बली णं भंते ! वइरोयणिंदे वइरोयणराया के महिड्डीए जाव केवइयं च णं पभू विउव्वित्तए?
गोयमा ! बली णं वइरोयणिंदे वइरोयणराया महिड्डीए जावमहाणुभागे, से णं तत्थ तीसाए भवणावाससयसहस्साणं, सट्ठीए सामाणियसाहस्सीणं, सेसं जहा चमरस्स तहा बलिस्स वि णेयव्वं, णवरं साइरेग केवलकप्पं जंबूद्दीव ति भाणियव्वं, सेसंतं चेव णिरवसेसं णेयव्वं, णवरं णाणत्तं जाणियव्वं भवणेहिं, सामाणिएहिं य ।
सेवं भंते ! सेवं भंते ! ति तच्चे गोयमे वाउभूई अणगारे समणं भगवं महावीरं वंदइ णमसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ । ભાવાર્થ :- પ્રશ્ન- તત્પશ્ચાત્ તૃતીય ગૌતમ વાયુભૂતિ અણગાર, દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ અણગારની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજિત હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને તેમને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને તેમની પર્યાપાસના કરતા આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! જો અસુરેન્દ્ર અસુરરાજ ચમર આ પ્રકારે મહાદ્ધિ સંપન્ન છે, આ પ્રકારે વિક્ર્વણા કરવાની શક્તિ સંપન્ન છે, તો તે ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ કેવી મહાઋદ્ધિ આદિથી સંપન્ન છે? તે કેટલી વિદુર્વણા કરવા શક્તિસંપન્ન છે?
ઉત્તર- હે ગૌતમ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ મહાદ્ધિ આદિ તેમજ મહાનુભાગથી સંપન્ન