________________
૩૫૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧ |
गोयमा ! त्ति समणे भगवं महावीरे तच्चं गोयमं वाउभूइं अणगारं एवं वयासी- जं णं गोयमा ! दोच्चे गोयमे अग्गिभूई अणगारे तव एवामाइक्खइ भासइ पण्णवेइ परूवेइ- एवं खलु गोयमा ! चमरे असुरिंदे असुरराया महिड्डीए एवं तं चेव सव्वं जाव अग्गमहिसीओ । सच्चे णं एसमटे । अहं पि णं गोयमा! एवमाइक्खामि भासामि पण्णवेमि परूवेमि- एवं खलु गोयमा ! चमरे असुरिंदे असुरराया महिड्डीए तं चेव जाव अग्गमहिसीओ । सच्चे णं एसमढे ।
सेवं भंते ! सेवं भंते ! त्ति तच्चे गोयमे वाउभूई अणगारे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव दोच्चे गोयमे अग्गिभूई अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता दोच्च गोयम अग्गिभूई अणगार वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एयमटुं सम्मं विणएणं भुज्जो भुज्जो खामेइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, તે પ્રમાણે કહીને દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ અણગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને જ્યાં તૃતીય ગૌતમ વાયુભૂતિ અણગાર હતા, ત્યાં ગયા. ત્યાં જઈને અગ્નિભૂતિ અણગારે વાયુભૂતિ અણગારને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર, આ પ્રકારની મહાઋદ્ધિથી સંપન્ન છે, ઈત્યાદિ ચમરેન્દ્ર, સામાનિક ત્રાયન્ટિંશક, લોકપાલ અને અગ્રમહિષી દેવીઓ સુધીનું સંપૂર્ણ વર્ણન પૂછયા વિના જ કહ્યું.
ત્યાર પછી અગ્નિભૂતિ અણગાર દ્વારા કથિત, ભાષિત, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત ઉપર્યુકત કથન પર તૃતીય ગૌતમ વાયુભૂતિ અણગારને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં. તે કથન પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન થવાથી તુરીય ગૌતમ વાયુભૂતિ અણગાર, પોતાની ઉત્થાન શક્તિ દ્વારા ઊઠ્યા, ઊઠીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા. તેની પર્યાપાસના કરતા આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ અણગારે મને આ પ્રમાણે કહ્યું, વિશેષરૂપે કહ્યું, દર્શાવ્યું અને પ્રરૂપિત કર્યું કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર આ પ્રકારની મહાઋદ્ધિ, મહાપ્રભાવ આદિથી સંપન્ન છે. તે ૩૪ લાખ ભવનાવાસ પર આધિપત્ય કરતા વિચરે છે. અહીં તેની અગ્રમહિષીઓ સુધીનું સંપૂર્ણ વર્ણન કહેવું જોઈએ. હે ભગવન્! શું આ કથન તે રીતે જ છે?
ઉત્તર- હે ગૌતમ !' આ પ્રકારે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ! દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ અણગારે તમોને જે આ પ્રમાણે કહ્યું, ભાષિત કર્યું, દર્શાવ્યું અને પ્રરૂપિત કર્યું કે હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર આ પ્રકારની મહાઋદ્ધિ સંપન્ન છે, ઈત્યાદિ તેની અગ્રમહિષીઓ સુધીનું સંપૂર્ણ વર્ણન સત્ય છે, હે ગૌતમ! હું પણ આ પ્રમાણે કહું છું, ભાષણ કરું છું, દર્શાવું છું અને પ્રરૂપિત કરું છું કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર મહાઋદ્ધિ