________________
શતક-૩: ઉદ્દેશક-૧
_.
૩૪૭ |
ઈશાન! આ પ્રકારનું સંબોધન કરીને જાય છે. કર્માધીન બને ઈન્દ્રો વચ્ચે ક્યારેક વિવાદ પણ થાય છે. ત્યારે સનકુમારેન્દ્રનું મનથી સ્મરણ કરે. તે ઈ આવીને વિવાદનું સમાધાન કરે છે. તે બંને સ્વીકારે છે.
* સનત્કમારેન્દ્ર - આ ત્રીજા દેવલોકના ઈન્દ્ર છે તે ભવ્ય, સમ્યગુ દષ્ટિ, પરિત્ત સંસારી, સુલભબોધિ અને એકાવતારી છે અને તે સાત સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે. તેણે પૂર્વભવમાં ચતુર્વિધ સંઘની કલ્યાણ કામના કરીને તથા પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરી છે.
આ રીતે દેવની ઋદ્ધિ અને વૈક્રિયશક્તિ વિષયક પ્રશ્નોત્તર 'મોકા નગરીમાં થયા હતા.