________________
[ ૩૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
ક્ષેત્રને વ્યાપ્ત કરી શકે છે.
* બ્રહમલોકેન્દ્ર :- ચાર લાખ વિમાનાવાસ, 60,000 સામાનિક દેવો અને ૨,૪૦,000 (બે લાખ ચાલીસ હજાર) આત્મરક્ષક દેવો પર આધિપત્ય ભોગવે છે. તે વૈક્રિયકૃત રૂપો દ્વારા આઠ જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરી શકે છે.
* લાન્તકેન્દ્ર :- ૫0,000 વિમાનાવાસ, ૫0,000 સામાનિક દેવો અને ૨,00,000 (બે લાખ) આત્મરક્ષક દેવો પર આધિપત્ય ભોગવે છે. તે સાધિક આઠ જંબૂઢીપ જેટલા ક્ષેત્રને વૈક્રિયકૃત રૂપો દ્વારા ભરી શકે છે.
મહાશકેન્દ્ર - ૪૦,૦૦૦ વિમાનાવાસ, ૪૦,000 સામાનિક દેવો અને ૧,૬૦,000 (એક લાખ સાંઈઠ હજાર) આત્મરક્ષક દેવો પર આધિપત્ય ભોગવે છે. તે સોળ જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને વૈક્રિયકૃત રૂપો દ્વારા ભરી શકે છે.
* સહસ્ત્રારેન્દ્ર :- ૩૦,૦૦૦ વિમાનાવાસ, ૩૦,000 સામાનિક દેવો અને ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) આત્મરક્ષક દેવો પર આધિપત્ય ભોગવે છે. તે સાધિક સોળ જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને વૈક્રિયકૃત રૂપ દ્વારા ભરી શકે છે.
* પ્રાણ - ૪૦૦ વિમાનાવાસ, ૨૦,000 સામાનિક દેવો અને ૮0,000 આત્મરક્ષક દેવો પર આધિપત્ય ભોગવે છે. તે બત્રીસ જેબૂદ્વીપ જેટલા ક્ષેત્રોને વૈક્રિયકૃત રૂપ દ્વારા વ્યાપ્ત કરી શકે છે.
* અચ્યતેન્દ્ર - ૩00 વિમાનાવાસ, ૧૦,000 સામાનિક દેવો અને ૪૦,૦૦૦ આત્મરક્ષક દેવો પર આધિપત્ય ભોગવે છે. તે સાધિક બત્રીસ જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને વૈક્રિયકૃત રૂપ દ્વારા વ્યાપ્ત કરી શકે છે.
પ્રત્યેક ઈન્દ્રના સામાનિક દેવ અને ત્રાયશ્ચિંશક દેવોની વૈક્રિયશક્તિ ઈન્દ્રની સમાન જ છે. અગ્રમહિષી અને લોકપાલની શક્તિ બે જંબુદ્વીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવાની છે.
આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે ઉપર ઉપરના દેવલોકના ઈન્દ્રોની વૈક્રિયશક્તિ, આત્મસામર્થ્ય ક્રમશઃ વધતું જાય છે અને વિમાનાવાસ આદિ બાહ્ય ઋદ્ધિ ઘટતી જાય છે.
શકેન્દ્રના વિમાનથી ઈશાનેન્દ્રના વિમાન કંઈક ઊંચા છે, જેમ હથેળીનો કેટલોક ભાગ ઊંચો અને કેટલોક ભાગ કંઈક નીચો પ્રતીત થાય છે, તે જ રીતે સમભૂમિ પર હોવા છતાં બંનેના વિમાનમાં કંઈક તરતમતા છે.
જ બે ઈન્દ્રનો શિણચાર :- શક્રેન્દ્ર કરતાં ઈશાનેન્દ્ર મોટા છે. તે બંને વચ્ચે મિત્ર જેવો વ્યવહાર હોય છે. તેથી પરસ્પર એકબીજાના સ્થાનમાં ગમનાગમન, આલાપ-સંલાપ કરી શકે છે. કોઈ પ્રયોજન હોય ત્યારે "હે દક્ષિણાર્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ શક્ર !" અથવા "હે ઉત્તરાદ્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ