________________
શતક-૩: ઉદ્દેશક-૧
_.
૩૪૫]
વૈક્રિયકૃત રૂપોથી જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરી શકે છે. સંખ્યાત દ્વીપ સમુદ્રને વ્યાપ્ત કરવાનું તેનું સામર્થ્ય છે. તેના સામાનિક દેવ, ત્રાયન્ટિંશક દેવ, લોકપાલ અને અગ્રમહિષીઓનું સામર્થ્ય પણ ધરણેન્દ્રની સમાન જ છે. નવનિકાયના શેષ ઇન્દ્રોનું કથન પણ ઘરણેન્દ્રની સમાન છે. ક વ્યતર-જ્યોતિષી દેવોઃ- વ્યંતર અને જ્યોતિષીઓના ઈન્દ્રોનું આધિપત્ય ૪,000 સામાનિક દેવ, ૧૬,000 આત્મરક્ષક દેવ અને ૪ અગ્રમહિષીઓ પર હોય છે. વ્યંતર અને જ્યોતિષીઓમાં ત્રાયશ્વિંશક અને લોકપાલ જાતિના દેવો નથી. તેઓ સાધિક જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને પોતાના વૈક્રિય કૃત રૂપોથી વ્યાપ્ત કરી શકે છે.
શકેન્દ્ર - ૩ર લાખ વિમાનાવાસ, ૮૪,000 સામાનિક દેવો, ૩,૩૬,000 (ત્રણ લાખ છત્રીસ હજાર) આત્મરક્ષક દેવો અને આઠ અગ્રમહિષીઓ પર આધિપત્ય ભોગવે છે. તે પોતાના વૈક્રિયકૃત રૂપોથી બે જંબુદ્વીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરી શકે છે. અસંખ્યાત દ્વીપ સમુદ્રને વ્યાપ્ત કરવાની તેની શક્તિ માત્ર છે.
* તિષ્યક અણગાર :- પ્રભુ મહાવીરના અંતેવાસી શિષ્ય તિષ્યક અણગાર આરાધના પૂર્વક કાલધર્મ પામી શકેન્દ્રના સામાનિક દેવ થયા છે. તેને ૪,000 સામાનિક દેવ, ૪ અગ્રમહિષીઓ હોય છે. તેની ઋદ્ધિ ઈન્દ્રની સમાન જ છે.
શક્રેન્દ્રના ત્રાયન્ટિંશક દેવ, લોકપાલ અને અગ્રમહિષીઓનું કથન ચમરેન્દ્રની સમાન છે. પરંતુ તે વૈક્રિયકૃત રૂપો દ્વારા સંપૂર્ણ બે જંબૂદ્વીપને વ્યાપ્ત કરી શકે છે. * ઈશાનેન્દ્ર - ૨૮ લાખ વિમાનાવાસ, ૮0,000 સામાનિક દેવ, ૩,૨૦,000 ત્રણ લાખ વીસ હજાર) આત્મરક્ષક દેવો, ૮ અગ્રમહિષી, ૩૩ ત્રાયસ્વિંશક અને ચાર લોકપાલ પર તેનું આધિપત્ય છે. તે સાધિક બે જંબૂદ્વીપને પોતાના વૈક્રિયકૃત રૂપથી વ્યાપ્ત કરી શકે છે. * તામલી તાપસ - તામ્રલિપ્તિ નગરીમાં તામલી નામના ગાથાપતિ હતા. જેણે પ્રાણામા પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૬૦,000 વર્ષની તાપસપયાર્યનું પાલન કરી અંતે ૬૦ દિવસનો સંથારો કરી કાલધર્મ પામ્યા અને ઈશાનેન્દ્ર રૂપે ઉત્પન્ન થયા છે. વિશેષ માહિતી કથાનકના પ્રારંભે આપેલી છે.]
* કુરુદત્તપુત્ર અણગાર:- પ્રભુ મહાવીરના શિષ્ય કુરુદત્ત પુત્ર અણગાર સંયમ સ્વીકાર કરી, આરાધના પૂર્વક કાલધર્મ પામી, ઈશાનેન્દ્રના સામાનિક દેવ બન્યા છે. તેની ઋદ્ધિ વગેરે ઈન્દ્રની સમાન છે. * સનસ્કુમારેન્દ્ર – ૧૨ લાખ વિમાનાવાસ, ૭૨,000 સામાનિક દેવો અને ૨,૮૮,૦૦૦ (બે લાખ અઠ્યાસી હજાર) આત્મરક્ષક દેવો પર આધિપત્ય ભોગવે છે. તે પોતાની વૈક્રિય શક્તિથી ચાર જંબુદ્વીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરી શકે છે.
જ માહેન્દ્ર:- આઠ લાખ વિમાનાવાસ, ૭0,000 સામાનિક દેવો અને ૨,૮0,000 (બે લાખ એંશી હજાર) આત્મરક્ષક દેવો પર આધિપત્ય ભોગવે છે. તે વૈક્રિયકૃત રૂપો દ્વારા સાધિક ચાર જંબૂદ્વીપ જેટલા